સંજય સિંહનો દાવો: અરવિંદ કેજરીવાલ પત્ની સુનિતાને ફેસ ટુ ફેસ ન મળી શક્યા
- 13 Apr, 2024
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે તિહાડ જેલ પ્રશાસન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે અમાનવીય વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સુનીતા કેજરીવાલને તિહાડ જેલમાં અરવિંદ કેજરીવાલની સાથે સામ-સામે મુલાકાત કરવા દેવામાં આવી નહોતી. જિલ્લા અધિકારીઓએ તેમને બારી દ્વારા કેજરીવાલની સાથે મળવાની પરવાનગી આપી. સંજય સિંહે કહ્યું કે તિહાડ જેલ પ્રશાસન ભાજપના દબાણમાં કામ કરી રહ્યું છે.
સંજય સિંહે દાવો કર્યો છે કે તિહાડ જેલમાં સામ-સામે મુલાકાત કરવી તે સામાન્ય વાત છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. અહીં તો ખૂનખાર ગુનેગારો પણ પોતાના પરિવાર સાથે બેરકમાં મુલાકાત કરે છે. જ્યારે દિલ્હીના ત્રણ વખતના સીએમને તેમની પત્ની અને પીએ સાથે બારીમાંથી મળવા દેવામાં આવી રહ્યાં છે. આ પ્રકારનો અમાનવીય વ્યવહાર શાં માટે...મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અપમાનિત કરવા માટે આ અમાનવીય કૃત્ય કરવામાં આવી રહ્યું છે. આજે લડાઈ લોકશાહી અને બંધારણને બચાવવાની છે.
આપ નેતાએ આરોપ લગાવ્યો કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના એક સાંસદની અરવિંદ કેજરીવાલની સાથે મુલાકાત તિહાડ જેલ પ્રાશાસનને છેલ્લી ઘડીએ રદ કરી હતી. તે પાછળ સુરક્ષાના કારણો કારણભૂત હોવાનું કહેવામાં આવ્યું હતું. અમને કહેવામાં આવ્યું હતું કે પંજાબના મુખ્યમંત્રી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બારીમાંથી મળી શકશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ