અમિત શાહ 19 મીએ ગાંધીનગર બેઠક માટે નામાંકન ભરશે માંડવિયા ,રૂપાલા -પાટિલ સહિતના નેતાઓ પણ નોંધાવશે ઉમેદવારી
- 12 Apr, 2024
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જંગ બરાબર જામ્યો છે .જેમાં આજથી લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે કેન્દ્ર અને પ્રદેશના સંગઠનના નેતાઓ દ્વારા ઉમેદવારી પત્રક ભરવાની તારીખ નક્કી કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહથી લઇને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ આ ઉપરાંત મનસુખ માંડવીયા, પૂનમ માડમ સહિતના ઉમેદવારો પણ અલગ-અલગ રીતે પોતાની ઉમેદવારી નોંધાવશે. આ તમામ લોકોની તારીખો નક્કી કરી દેવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 15મી એપ્રિલથી ફોર્મ ભરવાનું શરૂઆત કરશે. જેમાં પ્રથમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પોતાની ઉમેદવારી સાથે ભાજપના અન્ય છ ઉમેદવારો પણ આ જ દિવસે ફોર્મ ભરશે. જ્યારે 16 એપ્રિલના રોજ કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રીઓને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવશે.
મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ 19 એપ્રિલના રોજ પોતાની ઉમેદવારી નોંધાવશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ અમિત શાહ નવરંગપુરાથી લઈ અને ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી વિશાળ રોડ શો દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેવી જ રીતે આ વર્ષે પણ તે જ પ્રકારે રોડ શોના મારફતે પોતાની ઉમેદવારી નોંધાવી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ફોર્મ ભરતી વખતે ભારતીય જનતા પાર્ટીના પરંપરા પ્રમાણે ઉમેદવારો સાથે પ્રદેશના નેતાઓ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રાષ્ટ્રીય તેમજ રાજ્ય ભાજપના મોટા નેતાઓ પદાધિકારીઓ પણ હાજર રહેશે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારી થી સાંસદ સી.આર પાટીલ 18 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરશે. શોભનાબેન બારૈયા 16 એપ્રિલે સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. નિમુબેન બાંભણિયા 16 એપ્રિલે ભાવનગર બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. ભરતસિંહ ડાભી 16 એપ્રિલે પાટણ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. રેખાબેન ચૌધરી 16 એપ્રિલે બનાસકાંઠા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. હસમુખ પટેલ 15 એપ્રિલે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. દિનેશ મકવાણા 16 એપ્રિલે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. ચંદુ શિહોરા 15 એપ્રિલે સુરેન્દ્રનગર બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ