વિશ્વભરના દેશોમાં મતદારોને ચૂંટણીની નિષ્પક્ષતા પરથી વિશ્વાસ ઘટ્યો: IDEA જાહેર કર્યો રિપોર્ટ
- 12 Apr, 2024
વિશ્વભરના દેશોમાં મતદારોને ચૂંટણીની નિષ્પક્ષતા પર વિશ્વાસ નથી રહ્યો, આ વર્ષે જ અમેરિકા, ભારત, બ્રિટેન અને યુરોપિયન યુનિયનના દેશોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે જે રિપોર્ટ સામે આવ્યો છે તે ચિંતાજનક છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ અસિસ્ટન્સ (IDEA) દ્વારા આ રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં મતદારોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અમને ચૂંટણી નિષ્પક્ષ અને પાદર્શી યોજાશે તેના પર વિશ્વાસ નથી રહ્યો. સરવેમાં અમેરિકા, ભારતના મતદારોનો પણ સમાવેશ કરાયો છે.
આ રિપોર્ટને તૈયાર કરવા માટે 19 દેશોના મતદારોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, જેમાં ભારત અને અમેરિકા સહિત 11 દેશોમાં અડધાથી પણ ઓછા લોકો માને છે કે તાજેતરની ચૂંટણી નિષ્પક્ષ હતી, માત્ર ડેનમાર્ક એવો દેશ છે જ્યાં મતદારો માને છે કે કોર્ટો હંમેશા નિષ્પક્ષ હોય છે. 19માંથી 18 દેશોમાં અડધાથી વધુ લોકો કોર્ટોની નિષ્પક્ષતાને શંકાસ્પદ માને છે. ન્યાય વ્યવસ્થામાં ઇરાકના નાગરિકોનો વિશ્વાસ અમેરિકાના નાગરિકો કરતા વઘુ જોવા મળ્યો છે. 19માંથી 8 દેશોના મોટાભાગના મતદારોએ કહ્યું હતું કે તેઓ એક એવો મજબૂત નેતા ઈચ્છે છે કે જે ચૂંટણી કે સંસદના બંધનોમાં બંધાયેલો ના હોય. એક મજબૂત નેતાની ઈચ્છા વ્યક્ત કરનારાઓમાં ભારત અને તંજાનિયાના લોકો સૌથી વધુ હતા.
સરવે મુજબ મોટાભાગના મતદારો લોકતાંત્રિક સંસ્થાઓની સ્થિતિથી ખુશ નથી, અનેક દેશોમાં લોકશાહીની સ્થિતિ સારી નથી રહી, અમેરિકામાં આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે ફરી એક વખત ટક્કર જોવા મળશે. 2020માં પણ બંન્ને વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. આ સરવેમાં અમેરિકાના 47 ટકા મતદારો માને છે કે દેશની ચૂંટણી પ્રક્રિયા વિશ્વસનીય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ