કેનેડાની કંપનીને મજાક કરવી ભારે પડી: એક ભારતીય ગ્રાહકને ચુકવવા પડશે 8 લાખ રૂપિયા
![top-news](https://www.gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan12042024_073959_Dbrand 22.jpeg)
- 12 Apr, 2024
કેનેડાની ડીબ્રાન્ડને એક ભારતીયની સરનેમ પર જાતીય કોમેન્ટ્સ કરવાનું ભારે પડ્યું છે. સોશિયલ મીડિયામાં ભારે વિરોધ વચ્ચે ડીબ્રાન્ડે ભારતીય યુવકની માંફી માંગી છે અને 10,000 કેનેડિયન ડોલર એટલે કે લગભગ 8 લાખ રૂપિયા વળતર તરીકે આપવાની વાત કહી છે.
કેનેડાની જાણીતી એસેસરીઝ કંપની ડીબ્રાન્ડમાાંથી ભુવન ચિતરશે તેના મેક બુક માટે સ્કીન ખરીદી હતી. જોકે આ સ્કીનનો કલર બે મહિના કરતા પણ ઓછા સમયગાળામાં જતો રહેતા ભુવને કંપનીને આ અંગે સોશિયલ મીડિયામાં ફરીયાદ કરી હતી. તેના જવાબમાં કંપનીએ તમારી અટકમાં Rash આવતું હોવાની વાત કહી તમારે ગંભીર રહેવું જોઈએ તેવી જાતીય ટિપ્પણી કરી હતી. તે પછીથી સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ભભૂક્યો હતો અને યુઝર્સે આ મામલે ડી બ્રાન્ડની માંફી માંગવા કહ્યું હતું.
આ અંગેની પોસ્ટ પર 80 લાખ વ્યુ આવવાં છતાં પણ કંપનીએ આ પોસ્ટને ડિલિટ કરવાની તકેદારી લીધી નહોતી. જોકે બાદમાં આ મુદ્દે કંપનીએ માંફી માંગી છે અને ભારતીય ગ્રાહકને 8 લાખ રૂપિયા વળતર પેટે ચુકવવાની વાત કહી છે. ડીબ્રાન્ડ સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર મજાકીયા જવાબો આપવા માટે ટેવાયેલી છે પરંતુ આ વખતે કંપનીને મજાક કરવાનું ભારે પડ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ