:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

રામેશ્વરમ કેફે બ્લાસ્ટનો મામલો: NIAએ 2 આરોપી ઝડપ્યા

top-news
  • 12 Apr, 2024

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટના મુખ્ય આરોપીની શુક્રવારે પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી ભાગતો ફરતો આરોપી કોલકતા ખાતે છુપાયો હતો, ત્યારે તેની બાતમીના આધારે NIAએ ધરપકડ કરી છે. 

એનઆઈએએ જણાવ્યું હતું કે મુસાવીર હુસેને કેફેમાં આઈઈડી મુક્યો હતો. જ્યારે અબ્દુલ તાહાએ આ બ્લાસ્ટને સફળતાપૂર્વક કરવામાં મહત્ત્વની  ભૂમિકા ભજવી હતી. તેણે આ માટેનું સંપૂર્ણ આયોજન કર્યું હતું. 

આ બંને આરોપી વર્ષ 2020ના આતંકવાદી કેસમાાં મોસ્ટ વોન્ટેડ હતા. જોકે આ બંને આતંકવાદીઓ પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ જગ્યાએ ભાગતા ફરતા હતા. સેન્ટ્રલ એજન્સી તથા પશ્ચિમ બંગાળ, તેલંગણા, કર્ણાટક અને કેરળ પોલીસના સફળ કોર્ડિનેશનના પગલે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎