દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે: આપ નેતાનો મોટો દાવો
- 12 Apr, 2024
દિલ્હીની સત્તા સંભાળી રહેલી આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી પર એક નવો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની સરકારની વિરુદ્ધ ખૂબ જ મોટું રાજકીય ષડયંત્ર બનાવવાનો પ્લાન બની રહ્યો છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું ષડયંત્ર બની રહ્યું છે. આતિશીએ ઉપરાજ્યપાલ દ્વારા ગૃહમંત્રાલયને લખેલા પત્ર પર પણ વાંધો વ્યક્ત કર્યો છે.
આતિશીએ શુક્રવારે સવારે કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું ક અમને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવશે આતિશીએ ઉપરાજ્યપાલ દ્વારા એમએચએને લખવામાં આવેલા પત્ર પર પણ વાંધો વ્યક્ત કર્યો છે.
તેમણે કહ્યું કે એક જૂના કેસને ઉઠાવીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલની સરકારને પાડી દેવાનું મોટું ષડયંત્ર બની રહ્યું છે. અરવિંદ કેજરીવાલને ખોટા કેસમાં ફસાવીને BJP શાસિત કેન્દ્ર અને ઈડીએ તેમની ધરપકડ કરી છે. બીજેપીવાળા દિલ્હીમાં ચૂંટણી જીતી શકે તેમ નથી એટલે ચૂંટાયેલી કેજરીવાલ સરકારને પાડવા માંગે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ