:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચંદ્રયાન-3 પર સૌથી મોટા સમાચાર... ચંદ્ર પર પડેલું પ્રજ્ઞાન રોવર ફરીથી થઈ ગયું એક્ટિવ!

top-news
  • 22 Oct, 2023

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન એસ.સોમનાથે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3નું રોવર 'પ્રજ્ઞાન' ચંદ્રની સપાટી પર સ્લીપ મોડમાં છે, પરંતુ તે ફરીથી સક્રિય થવાની શક્યતા નકારી શકાય નહીં. સોમનાથે કહ્યું કે અંતરિક્ષ એજન્સી સારી રીતે જાણે છે કે રોવર અને લેન્ડર 'વિક્રમ' ચંદ્રની સપાટી પર સુષુપ્ત અથવા સુષુપ્ત અવસ્થામાં ગયા છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3 મિશનનો હેતુ સોફ્ટ લેન્ડિંગનો હતો અને ત્યારબાદ આગામી 3 દિવસમાં પ્રયોગો કરવામાં આવ્યા અને તમામ જરૂરી ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે.

સોમનાથે કહ્યું, "હવે તે ત્યાં શાંતિથી સૂઈ રહ્યું છે... તેને સારી રીતે સૂવા દો.. આપણે  તેને ખલેલ ન પહોંચાડીએ ... જ્યારે તે જાતે સક્રિય થવા માગતું હોય ત્યારે થઈ જશે. હું હવે વધારે કંઈ કહેવા માગતો નથી. શું ઈસરોને હજુ પણ આશા છે કે રોવર ફરીથી સક્રિય થશે તો તેમણે કહ્યું કે, "આશાવાદી બનવાનું કારણ છે. પોતાની "આશા"નું કારણ જણાવતાં સોમનાથે કહ્યું હતું કે આ મિશનમાં એક લેન્ડર અને રોવર સામેલ છે.

રોવર ઓછા તાપમાને એક્ટિવ

સોમનાથે કહ્યું કે લેન્ડર એક વિશાળ માળખું હોવાથી તેની સંપૂર્ણ ચકાસણી થઈ શકી નથી. પરંતુ જ્યારે રોવરનું માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે તેનાથી પણ ઓછા તાપમાને કાર્યરત હોવાનું જણાયું હતું. ઈસરો ચીફે સ્પષ્ટતા કરી હતી કે ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે ઇસરો મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા વૈજ્ઞાનિક ડેટાને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

હાલમાં રોવર સ્લીપ મોડમાં

ચંદ્ર પર હાલમાં નાઈટ છે અને રોવર સ્લીપ મોડમાં છે તે ગમે ત્યારે એક્ટિવ થઈ શકે છે કારણ ઓછા તાપમાને પણ સક્રિય હોવાનું ધ્યાનમાં આવ્યું છે એટલે તેના ફરી કામ કરવાની આશા મજબૂત બની છે.