ત્રીજા તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન 12 એપ્રિલ 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના નામાંકન છેલ્લે 19 મી સુધી ...
- 11 Apr, 2024
સામાન્ય ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે નામાંકન આવતીકાલથી શરૂ થશે. લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીઓમાં યોજાનારી 12 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની 94 સંસદીય બેઠકો (પીસી) માટે ગેઝેટ નોટિફિકેશન આવતીકાલે એટલે કે 12.04.2024ના રોજ બહાર પાડવામાં આવશે. તો મધ્યપ્રદેશના 29-બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રમાં સ્થગિત મતદાન માટેનું જાહેરનામું પણ આવતીકાલે બહાર પાડવામાં આવશે.
મધ્યપ્રદેશના 29 બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રમાં સ્થગિત મતદાનની સાથે આ 94 સંસદીય ક્ષેત્રોમાં મતદાન 07.05.2024નાં રોજ થશે. બહુજન સમાજ પાર્ટીના ચૂંટણી લડી રહેલા ઉમેદવારના નિધનને કારણે મધ્યપ્રદેશના 29-બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રની ચૂંટણી જે બીજા તબક્કામાં યોજાવાની હતી તે મુલતવી રાખવામાં આવી હતી.
ત્રીજા તબક્કામાં સામેલ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આસામ, બિહાર, છત્તીસગઢ, દાદરા-નગર હવેલી તથા દમણ અને દીવ, ગોવા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે, જ્યાં મતદાન થશે. તમામ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ત્રીજા તબક્કામાં નામાંકનની છેલ્લી તારીખ 19 એપ્રિલ, 2024 છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ