પાટણમાં બે કાર વચ્ચે ભયંકર ટક્કર... પોલીસ કર્મચારી સહિત 3ના મોત

- 22 Oct, 2023
પાટણના સમી-રાધનપુર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનામાં અન્ય 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માતમાં મહિલા પોલીસકર્મી રેખાબેન અને તેમનાં પતિનું મોત થયું હતું. તો 1 બાળકનું પણ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી કારમાં સવાર 9 લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
તાપી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને પણ નડ્યો અકસ્માત
બીજી એક ઘટનામાં તાપી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને અકસ્માત નડ્યો હતો. વ્યારા-માંડવી રોડ પર રામપુરા નજીક બોલેરો અડફેટે બાઈક સવાર પોલીસ કર્મચારી સતીષભાઈ ચૌધરીને અકસ્માત નડ્યો હતો. તેમને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ પોલીસ કર્મચારી સારવાર હેઠળ છે.