:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

કેજરીવાલ ઈફેક્ટ- હવે અંગત સચિવ બરખાસ્ત: નોઈડામાં નોંધાયો કેસ

top-news
  • 11 Apr, 2024

આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી તનાતની ચાલે છે. સરકાર અને પાર્ટીની પ્રથમ હરોળ જેલમાં બંધ છે. એક તરફ ગઈકાલે સામાજિક મંત્રી રાજ કુમાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું તો હવે કેજરીવાલના અંગત સચિવને પદ પરથી દૂર કરતા પાર્ટીને વધુ એક આચકો લાગ્યો છે. એમ માનવામાં આવી રહ્યું છે કે હજુ વધુ પગલા લેવા તોળાઈ રહ્યાં છે.

તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેમના અંગત સચિવ (PA) બિભવ કુમારને બરતરફ કરવામાં આવ્યા છે. વિજિલન્સ વિભાગના વિશેષ સચિવ YVVJ રાજ શેખરે તાત્કાલિક અસરથી પીએની સેવાઓ સમાપ્ત કરવાના આદેશો જાહેર કરી દીધા છે. ઉલ્લેખનીય છે  કે બિભવ કુમારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા લીકર પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. 

બિભવ કુમાર વિરુદ્ધ નોઈડામાં કેસ નોંધવામાં આવ્યો છે જે વિશેની જાણ બિભવ કુમારે પોતાની નિમણૂક સમયે વિજિલન્સ વિભાગને કરી ન હતી, તેથી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કોઈપણ ખાનગી વ્યક્તિની નિમણૂક સમયે પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે અને તે વ્યક્તિએ સંબંધિત વિભાગને જણાવવાનું હોય છે કે તેની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલ નથી, પરંતુ આ માહિતી બિભવ કુમાર દ્વારા સંબંધિત વિભાગને કહેવામાં આવી ન હતી કે તેમનો એક કેસ છે. તેની સામે નોઈડામાં કલમ 353, 504, 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આથી તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિભવ કુમાર વિરુદ્ધ 2007માં મારપીટનો કેસ નોંધવામાં આવ્યો હતો. સરકારી વિભાગના કર્મચારીઓ સાથે તેમનો ઝઘડો થયો હતો અને મારામારી પણ થઈ હતી. મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં બિભવ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. આ કેસ હાલમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને હજુ સુધી તેમને આ મામલે કોઈ રાહત મળી નથી.

નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં તિહાર જેલમાં બંધ છે. ઈડી દ્વારા 21 માર્ચે દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. 22મી માર્ચે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પહેલી એપ્રિલે કેજરીવાલને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎