બીજેપીએ વિશ્વના 25 રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યું: આ દેશોની કરાઈ બાદબાકી
- 10 Apr, 2024
આગામી લોકસભા ચૂંટણીને લઈને દેશના રાજકીય પક્ષો હાલ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસ પાર્ટીનું એકાઉન્ટ ફ્રિઝ થવાના આરોપની વચ્ચે હાલ સમગ્ર વિશ્વની નજર હાલ ચૂંટણી પર છે. અમેરિકા, જર્મની અને યુએનએ પણ આગામી લોકસભા ચૂંટણીને લઈને ટિપ્પણી કરી છે.
ભારતીય જનતા પાર્ટીએ 25થી વધુ વૈશ્વિક પાર્ટીઓને લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાનને જોવા માટે બોલાવી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, આ પૈકીની 13 પાર્ટીઓએ ભારત આવવાની પુષ્ટિ કરી છે. એક એહવાલ મુજબ, વિશ્વના ઘણા દેશો અને નેતાઓ ભાજપના આમંત્રણ પર આગામી લોકસભા ચૂંટણી દરમિયાન ભારત આવશે.
આ અહેવાલ મુજબ, અમેરિકાની બંને પાર્ટીઓ ડેમોક્રેટ અને રિપબ્લિકનમાંથી એક પણ પાર્ટીને બોલાવવામાં આવી નથી. જોકે ભાજપે બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીને બોલાવી છે. જર્મનની ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ અને સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીને પણ બોલાવવામાં આવી છે. પાકિસ્તાનના એક પણ રાજકીય પક્ષને બોલાવવામાં આવ્યા નથી. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને પણ બોલાવવામાં આવી નથી. બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષ એવી બીએનપીને પણ બોલાવવામાં આવી નથી. નેપાળની માઓવાદી પાર્ટી સહિત નેપાળના તમામ રાજકીય પક્ષોને બોલાવવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ