સુપ્રીમનું કડક વલણ- ભૂલ કરી છે પરિણામ ભોગવો: પતંજલિની મુશ્કેલીઓનો અંત નથી....
- 10 Apr, 2024
પતંજલિની લોકોને ભોળવી દેતી જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન બાબા રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટ સમક્ષ હાજર રહ્યાં હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલલ્લાહની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. આ પહેલા 2 એપ્રિલે થયેલી સુનાવણીમાં પતંજલિ તરફથી માફી માંગવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું કે અમે આ મામલામાં એવું સુચન કર્યું હતું કે કોઈ પણ પ્રકારની શરત વગર માફી માંગવામાં આવે. કોર્ટે રામદેવનું કોઈ પણ પ્રકારની શરત વગરનું સોગંદનામા સ્વીકારવાથી ઈન્કાર કર્યો છે. જસ્ટિસ અમાનુલ્લાહએ કહ્યું કે આ ત્રણ લોકોએ ત્રણ વખત અમારા આદેશોનું ઉલ્લંઘન કર્યું છે. આ લોકોએ જે ભૂલ કરી છે, તેનું પરિણામ ભોગવવું પડશે.
જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે તમે સોગંદનામામાં છેતરપિંડી કરી રહ્યાં છો, આ સોગંદનામાને કોણે તૈયાર કર્યું ? મને અચરજ થાય છે. જ્યારે જસ્ટિસ કોહલીએ કહ્યું કે તમારે સોગાદનામું દાખલ કરવું જોઈતું નહોતું. આ અંગે વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે અમારાથી ભૂલ થઈ છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભૂલ ખૂબ જ નાનો શબ્દ છે. કોર્ટે કહ્યું કે અમે આ મુદ્દાને આદેશનું ઉલ્લંઘન માની રહ્યાં છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ