ગુજરાતીઓ થઈ જાઓ સાવધાન! આજે બપોર સુધીમાં ભીષણ ચક્રવાતમાં ફેરવાશે વાવોઝોડું 'તેજ
- 22 Oct, 2023
નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ નવરાત્રિના છેલ્લા દિવસોમાં હાલ એક ભયાનક આગાહી ખેલૈયાઓની ચિંતા વધારી દે તેવી છે. વાવોઝોડું તેજ આજે બપોર સુધીમાં અત્યંત ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે. આ વાવાઝોડું 23મીથી વધુ ગંભીર બનશે. પરંતુ સારી વાત એ છે કે વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર નહીં થાય.
પરંતુ હા...આગામી બે દિવસ રાજ્યના વાતાવરણમાં પલ્ટો જોવા મળી શકે છે. જોકે પહેલા જ કહેવામાં આવ્યું છે કે નવરાત્રી દરમિયાન ગુજરાતની અંદર વરસાદની કોઈ આગાહી નથી. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેલૈયાઓની મઝા બગાડી શકે છે.
અંબાલાલે આ વાવાઝોડા વિશે વાત કરી કે 22 ઓક્ટોબરથી ચક્રવાત સર્જાશે અને સાયક્લોન ઓમાન તરફ ફંટાશે, ચક્રવાતનો ટ્રેક 22 ઓક્ટોબર પછી સ્પષ્ટ થશે. ભારતમના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
24 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે. અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિવિધી 150 કિમીથી વધુની હોઈ શકે છે. 22, 23 ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે 24, 25 ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.