કેજરીવાલે ધરપકડને સુપ્રીમમાં પડકારી: દિલ્હી હાઈકોર્ટે ફગાવી હતી અરજી
- 10 Apr, 2024
દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. જોકે મંગળવારે આ અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દેતા આજે અરવિંદ કેજરીવાલે આ અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.
દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે કહેવાતી એક્સાઈઝ પોલિસીમાં અત્યાર સુધી જે કંઈ થયું છે તે જોતા સમજી શકાય છે કે આ આખો મામલો મની લોન્ડરિંગનો નથી પરંતુ રાજકીય ષડયંત્રનો છે. તેમણે કહ્યું કે આ સૌથી વધુ વોટ અને સીટો જીતનાર સીએમ અને તેમની બે સરકારોને ખતમ કરવાનું મોટું ષડયંત્ર છે. હજારો કરોડની વાત થઈ, પછી સેંકડો કરોડની વાત આવી, પછી 100 કરોડની વાત થઈ પણ એક રૂપિયો પણ રિકવર ન થયો એટલે હવે તપાસ પર સવાલો ઉઠ્યા છે.
સૌરભ ભારદ્વાજે કહ્યું કે સાક્ષીઓ પર જુબાની માટે કેવું-કેવું દબાણ કરવામાં આવ્યું તે અંગેની વાત વારંવાર કોર્ટ સમક્ષ આવી હતી. ચંદન રેડ્ડી પર તેમનું નિવેદન બદલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેને એટલો માર મારવામાં આવ્યો કે તેમના કાનના પડદા ફાટી ગયા. અરુણ પિલ્લઈને ડરાવવામાં આવ્યો હતો અને તેની જુબાની બદલવાની ધમકી આપવામાં આવી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ