:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ : મહારાષ્ટ્રમાં ગુડી પડવાની ઉજવણી શક્તિ મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

top-news
  • 09 Apr, 2024

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો તેની સાથે હિન્દુઓના નવા વર્ષનો પણ આરંભ થયો છે. નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ માતાજીની ભક્તિ તેમજ આરાધના કરે છે. ગુજરાતનાં ત્રણ મોટા મંદિરોમાં પણ આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા અને પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદીરે આજે પરોઢિયેથી જ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. 

હિન્દુઓ નવા વર્ષે મંદીરમાં દર્શન કરવા જાય છે,ખાસ કરીને મહારાષ્ટમાં આ દિવસને ગુડી પડવો તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તેઓ પૂજા અર્ચના કરે છે,સાથે ભગવાન પાસે સુખ,શાંતિ અને સમૃદ્ધિની કામના કરે છે, ઘરના વડીલોને નમસ્કાર કરીને તેમના આશીર્વાદ પણ લેવાની પરંપરા છે, ભગવાન શ્રી રામ વનવાસ પૂર્ણ કરી આ દિવસ અયોધ્યા પાછા આવ્યા હતા, તેથી ગુડી એટલે કે ધ્વજ ફરકાવીને  તેમનું સ્વાગત કરવામાં આવે છે. આ પરંપરાઓની સાથે લોકો નવરાત્રીના પ્રથમ દિવસની ઉજવણી કરે છે. 

ચૈત્રી નવરાત્રીમાં ઉપવાસ, એકટાણા કે નકોરડા ઉપવાસ કરીને પણ લોકો નવરાત્રીમાં માતાજીની આરાધના કરે છે. શ્રદ્ધાળુઓ ઘણા સંઘ સાથે ચાલીને મંદિરે દર્શન કરવા માટે આવે છે. સાથે પોતાના પરિવારજન સાથે પણ આ દિવસોમાં મંદિરે આવતા હોય છે. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી નું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે. સૌરાષ્ટ્ર નું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા જ્યાં ચામુંડા મંદિર આવેલું છે.

જ્યાં માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે. ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને માની ભક્તિ અને દર્શન કરે છે .ભકતો  ચૂંદડી, શ્રીફળ, સાકર  પ્રસાદ સ્વરૂપે  ધરાવે છે.આ નવરાત્રી દરમિયાન વહેલી સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે. તો વળી મંદિર તરફથી લોકો માટે જમવાની ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.  આ નવરાત્રી માં આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવતું હોય છે.

 ચૈત્રી નવરાત્રીનો પ્રારંભે વહેલી પરોઢથી જ યાત્રાધામ પાવાગઢમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તો  માં મહાકાળીના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. વિગતો મુજબ મોડી રાતથી જ દર્શન કરવા ભક્તો પહોંચી ગયા હતા, રાત્રીના સમયથીજ  ભજન-કીર્તનથી પાવાગઢ ગુંજી ઉઠ્યું હતું. સાથે આજે 4 વાગ્યે મંદિરના કપાટ ખુલતા જ વિશેષ મંગળા આરતી કરાઈ હતી. મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીને વિશેષ શણગાર કરાયો હતો. 

 ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજીમાં પણ  શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા.વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યા છે. મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી. અંબાજી મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં દર વર્ષે નવરાત્રીના પ્રથમ દિવસે સવારે સાડા નવ વાગ્યે ઘટ સ્થાપના કરવામાં આવશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎