:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

મોઝામ્બિકમાં દર્દનાક દુર્ઘટના: કોલેરાથી પલાયન કરી રહેલા મુસાફરોનો બોટ પલટતા 91નાં મોત

top-news
  • 08 Apr, 2024

હાલમાં આફ્રિકાના દેશોમાં ભયંકર રોગચાળાની સાથે ભૂખમરાની સમસ્યા વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ એક  દુર્ઘટનામાં કોલેરાથી મૃત્યુના ડરથી  પલાયન કરતા  આફ્રિકનોની બોટ અચાનક ડૂબી ગઈ હતી . 

પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં રવિવારે મોડી રાત્રે એક બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 91 લોકોના મોત થયા હતા. તેમાં ઘણાં બાળકો પણ સામેલ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. બ્રિટિશ મીડિયા બીબીસીના જણાવ્યા અનુસાર, ફિશિંગ બોટમાં 130 લોકો સવાર હતા, જે તેની ક્ષમતા કરતાં વધુ હોવાથી આ ઘટના બની હતી. .જેમાંથી અત્યાર સુધીમાં 5 લોકોને બચાવવામાં આવ્યા હતા પરંતુ હજી ઘણા લોકો ગુમ થયાની આશંકા સેવાઇ રહી  છે.

બાકીના લોકોને શોધવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ દરિયાની ભયંકર સ્થિતિને કારણે રાહત-બચાવ કાર્યમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાંથી એક ખૂબ જ દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં ઉત્તરીય તટ નજીક એક બોટ ડૂબી જવાથી 91 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર આ બોટ 130 લોકો સાથે નમપુલા પ્રાંતના એક ટાપુ તરફ જઈ રહી હતી.

પરંતુ, આ દરમિયાન અકસ્માતનો ભોગ બનતાં મોટી હોનારત સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ બોટ પેસેન્જર પરિવહન માટે ઉપયોગી નહોતી.એટલેકે આ બોટ પહેલા ફિશિંગ વેસલ હતી. એવું કહેવાય છે કે મોઝામ્બિક દુનિયાના સૌથી ગરીબ દેશોની યાદીમાં 181માં ક્રમે આવે છે અને ત્યાં ભારતીયોની વસતી પણ આશરે 70000ની આસપાસ છે. બોટ પર સવાર થનાર આ લોકો મોઝામ્બિકના નામપુલા પ્રાંતના લુંગા શહેરથી મોઝામ્બિકના મુખ્ય ટાપુ પર જઈ રહ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ કોલેરાના રોગથી બચવા માટે પલાયન કરી રહ્યા હતા.નમપુલા પ્રાંત કોલેરાના પ્રકોપથી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંતોમાંનો એક છે. આ રોગ જાન્યુઆરી 2023થી દક્ષિણ આફ્રિકાના ઘણા દેશોમાં ફેલાયો છે. કોલેરા ફેલાવવાનું મુખ્ય કારણ દૂષિત ખોરાક અને પાણી છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો થોડા કલાકોમાં મૃત્યુ થઈ શકે છે.

યુનિસેફના જણાવ્યા મુજબ, હાલમાં ફાટી નીકળેલો રોગચાળો 25 વર્ષમાં સૌથી ભયંકર છે. ઓક્ટોબર 2023થી મોઝામ્બિકમાં કોલેરાના 13,700 કેસ નોંધાયા છે. 30 લોકોના મોત થયા છે. લગભગ 400 વર્ષો સુધી, મોઝામ્બિક ટાપુ પોર્ટુગીઝ પૂર્વ આફ્રિકાની રાજધાની હતી. આ ટાપુ તેના કોલોનિયલ આર્કિટેક્ચર માટે UNESCOની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ છે

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎