:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

જૂનાગઢમાં સિંહોનાં કમોત અટકાવવા મળી બેઠક : હાઈકોર્ટની ફટકાર બાદ રેલવે વિભાગની મહત્વની કામગીરી ..

top-news
  • 08 Apr, 2024

છેલ્લા 2 વર્ષના સમયગાળામાં જૂનાગઢમાં સિંહોના અકુદરતી મૃત્યુની ઘટનાઓ વધી રહી છે.  આ મામલે હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને સિંહોની  કમોત અટકાવવા માટે બેઠક મળી હતી.આ બેઠક જૂનાગઢ ખાતે રેલવે અને વન વિભાગની વચ્ચે મળી હતી. જેમાં સિહોના અકુદરતી મૃત્યુ અટકવવા માટે પીપાવા લીલીયા વચ્ચે ટ્રેનને ઓછી સ્પીડે દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેના પરિણામે 100 કીમીની ઝડપને બદલે હવે 40 કિ.મી.ની સ્પીડે ટ્રેન ચાલશે. સિંહો માટે રેલવેનો આ ટ્રેક ગોઝારો સાબિત થઈ રહ્યો છે. અનેક સિંહોએ આ ટ્રેક પર જીવ ગુમાવ્યા છે. વધૂમાં ટ્રેકની આસપાસ 50 થી વધુ એલઈડી સોલાર લાઈટ પણ લગાવવામાં આવશે. તેમજ અન્ય રાજ્યનાં અભ્યારણ્યોમાં ચાલીત ટ્રોનની એસઓપીનો અભ્યાસ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. અને આ બેઠકમાં નક્કી થયા મુજબની SOP હાઈકોર્ટમાં રજૂ કરાશે. 

ગીરનાં જંગલમાં સિંહના અકુદરતી મોત અટકાવા આખરે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પીપાવાવ-લીલીયા વચ્ચે દોડતી માલગાડીઓની ઝડપ ઘટાડાશે. ટ્રેનની ઝડપ 100 નાં બદલે 40 કિ.મી. પ્રતિ કલાક કરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેકની બંને બાજુ સોલાર એલઈડી લાઈટ લગાવવાનો નિર્ણય પણ બેઠકમાં કરવામાં આવ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ રેલવે વિભાગની મહત્વની બેઠક મળી હતી. જંગલમાંથી પસાર થતી ટ્રેનની અડફેટે અનેક સિંહનાં મોત થઈ ચૂક્યા છે. હાઈકોર્ટ જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન રેલવે વિભાગને નોટિસ આપી હતી. રેલવે વિભાગ અને વન વિભાગે હાઈકોર્ટની ફટકાર બાદ એસઓપી બનાવી છે. 

ડાલામથ્થા પર અકુદરતી ખતરાને કારણે વર્ષ 2016માં 104 સિંહ મોતને ભેટ્યા ,  2017માં 80 સિંહના મોત થયા હતા. વર્ષ 2022થી 2023 દરમિયાન 13 સિંહના અકુદરતી મોત થયા હતા  , 2023થી 2024 દરમિયાન 16 જેટલા સિંહના અકુદરતી મોત થયેલા નોંધાયા હતા . જ્યારે છેલ્લા 2 વર્ષમાં ગીરના જંગલમાં કુલ 184 સિંહના મૃત્યુ થયા હતા. અકુદરતી મોતનું કારણ જંગલમાંથી પસાર થતી માલગાડીની અડફેટે માનવામાં આવી રહી છે. રાત્રિના સમયે ટ્રેક પૂર ઝડપે પસાર થતી માલગાડી ઘાતક બની રહ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎