:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

નાગરિક સંરક્ષણ તાલીમ માટેની શિબિર યોજાઇઃ કુબેરનગર વિસ્તારના સાંસદ-ધારાસભ્યએ લીધી મુલાકાત ..

top-news
  • 08 Apr, 2024

કોઇપણ પ્રકારની કુદરતી આપત્તિ વખતે  બચાવ કામગીરી કઇ રીતે હાથ ધરી શકાય તે માટે નાગરિક સંરક્ષણની તાલીમ મહત્વની ગણાય છે. શહેરમાં વિવિધ વોર્ડમાં આ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે.એવી જ એક તાલીમ શિબિરનું ગુજરાત રાજ્ય સિવિલ ડિફેન્સ દ્વારા અમદાવાદ શહેરના સરદારનગર ડિવિઝન માટે કુબેરનગર વિસ્તારમા નાગરિક સંરક્ષણની બેઝીક ટ્રેનિંગનું આયોજન 01 થી 04 એપ્રિલ 2024 દરમ્યાન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમના સંચાલન અને આયોજનમાં ચિરાગ ઘમંડે અને પૂર્વ કોર્પોરે્ટર રોશનભાઇ ગોલાણી ખાસ  સક્રિય રીતે મદદરૂપ થયા હતા.

તાલીમ દરમ્યાન, હસમુખભાઈ પટેલ (સાંસદ-અમદાવાદ શહેર) અને ડૉ,પાયલબેન કુકરાણી (ધારાસભ્ય, નરોડા) દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.
આ તાલીમમાં તાલીમાર્થીઓને તાલીમ અધિકારીયો , જનક શુક્લા (ડે.ચીફ વાર્ડન), બ્રિજેશભાઈ શાહ,  જયેશભાઈ વેગડા ફર્સ્ટ એઇડ, હાર્ટ એટેક વખતે સીપીઆર આપવાની રીત, આપાતકાલીન સમયમાં બચાવ કામગીરી વગેરે ની તાલીમ આપવામાં આવી હતી અને ફાયર ફાઇટર અઘતન સાધનોનું પ્રદર્શન, ફાયર સફેટીની માહિતી, હીતેશભાઈ પટેલ (ફાયર સ્ટેશન ઇન્ચાર્જ) દ્વારા પૂરી પાડવામાં આવી હતી અને 108 અને 181 સર્વિસની કામગીરી વગેરેની માહિતી,દેવેન્દ્ર શ્રીવાસ્તવ અને ભાવનાબેન પરમાર દ્વારા આપવામાં આવી હતી.

આ ટ્રેનિંગના ઉદઘાટન કાર્યક્રમમાં સિવિલ ડિફેન્સના પદાધિકારીઓ જોડાયા હતા, જેમાં  દિલીપભાઈ ઠાકર (જોઇન્ટ સેક્રેટરી, અને ડે,કન્ટ્રોલર)  બાબુભાઇ ઝડફિયા(ચીફ વાર્ડન,અમદાવાદ શહેર)  હર્ષદભાઈ નાયક (ડે. ચીફ વાર્ડન)  મનોજભાઈ રાવલ (ડે.ચીફ વાર્ડન)  ભાનુભાઇ વૈધ (ડે.ચીફ વાર્ડન)  જેઠો લાલવાની (ડીવીઝનલ વાર્ડન, સરદારનગર) ડૉ,રોશન ગોલાણી (ડે.ડીવીઝનલ વાર્ડન, સરદારનગર) ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ એ ભાગ લીધો હતો. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎