:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત; રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન ..

top-news
  • 06 Apr, 2024

ચુંટણીનો માહોલ રાજ્યમાં હાલ જામ્યો છે, એવામાં રાજકોટના સાંસદ અને ઉમેદવારે જાહેરસભામાં ક્ષત્રિય સમાજને લઇને કરેલ નિવેદન બાદ  કરણી સેનાનાતેમજ સમગ્ર   ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે, અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેથી તેમને સમજાવવા રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવ્યા છે. આએ દરમિયાન અમદાવાદ બોપલ વિસ્તારમાં મકરાણાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જોહર કરવાની ચિમકી આપનાર મહિલાઓને મળવા જતા હતા મહિપાલસિંહે કહ્યું કે- હું કોઇનાથી ડરતો નથી, મારી અનેક વખત અટકાયત કરવામાં આવી છે.
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદાવાદના બોપલ વિસ્તારમાં જોહર કરવાની ચિમકી ઉચ્ચારનાર 5 ક્ષત્રિયાણી મહિલાઓને મળવા માટે પહોંચ્યા હતા. જોકે, પોલીસે  મહિપાલસિંહ મકરાણાને મળવા જવા દેવામાં આવ્યા ન હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. ક્ષત્રિયાણી મહિલાઓને ઘરમાં નજરકેદ કરવામાં આવી છે.કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મહિપાલસિંહ ગોતા ખાતે આવેલા રાજપૂત ભવનમાં આગેવાનો સાથે બેઠક કરશે અને રાજકોટમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે.

મહિપાલ સિંહ મકરાણાએ ગઈકાલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને  કહ્યું હતું કે રૂપાલા જે ભાજપના રાજકોટમાં સાંસદના ઉમેદવાર છે તેમણે અમારી બહેન-દીકરીઓ વિરૂદ્ધ ક્ષત્રિયાણીઓ વિરૂદ્ધ જેમણે પોતાનું માન-સમ્માન બચાવવા માટે જોહર કરી લીધુ, ગરદનો કપાવી લીધી તે ક્ષત્રિયાણીઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરે છે. ભાજપ તેમ છતાં પણ તેમની ટિકિટ કાપતું નથી, આ તમારી અને અમારી માટે કમજોરી છે. આ જમ્મુથી કન્યા કુમારીના ક્ષત્રિયો માટે શરમની વાત છે. હું તમને બધાને કહેવા માંગુ છું કે હું ગુજરાત આવી રહ્યો છું અને આપણે સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરીશું. ગુજરાત આવીને ગુજરાતની ધરતી પર નક્કી કરીને જઇશું કે ફરીથી કોઇ વ્યક્તિ અમારી બહેન-દીકરીઓ વિશે કઇ ના બોલી શકે.”
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎