:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

પ.બંગાળમાં ED બાદ હવે NIAની ટીમ પર હુમલો કારમાં તોડફોડ કરાઈ, બે અધિકારીઓ ઈજાગ્રસ્ત

top-news
  • 06 Apr, 2024

પ.બંગાળમાં થોડા સમય પહેલા સંદેશખાલીમાં ઈડીની ટીમને નિશાન બનાવાયુ હતું ,ત્યાર બાદ હવે પ. બંગાળના પૂર્વ મેદિનીપુરમાં ભૂપતિનગર ખાતે કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએની ટીમ પર જોરદાર હુમલો કરાયાના સમાચાર પ્રાપ્ત થયા  છે. મળતી વિગત મુજબ કલકત્તા હાઈકોર્ટના આદેશ અનુસાર એનઆઈએની ટીમ શનિવારે તપાસ માટે પૂર્વ મેદિનીપુરમાં ભૂપતિનગર ખાતે પહોંચી હતી. ત્યારે જ તપાસકારોની ટીમના કાફલાની કાર સાથે તોડફોડ કરી  હોવાનું સામે આવ્યું છે.

કેન્દ્રીય અજન્સી એનઆઈએએદ્વારા જણાવવામાં આવ્યું છે કે બે વ્યક્તિને પૂછપરછ માટે લઇ જતી વખતે જ તેમની ટીમ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. એનઆઈએની ટીમ વિસ્તારમાં થયેલા વિસ્ફોટની તપાસ માટે ભૂપતિનગર પહોંચ્યા હતા. જ્યારે ટીમના અધિકારીઓ બે લોકોને લઈ જઈ રહ્યા હતા ત્યારે ગામના લોકોએ એનઆઈએની ગાડીને ઘેરી લીધા બાદ બંનેને મુક્ત કરવાની માગ કરી અને તેમને મુક્ત ન કરતાં  તોડફોડ મચાવી અને ત્યારબાદ હુમલો કરી દીધો. આ હુમલામાં બે અધિકારીઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાની માહિતી મળી રહી છે.    

ટીએમસીના નેતા સંતનુ સેને જણાવ્યું હતું કે, "જ્યારે કેન્દ્રીય એજન્સી કોઈ સ્થળે દરોડા પાડવા જાય છે અથવા શોધ ચલાવે છે અને મીડિયાને જાણ કરે છે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરતું નથી ત્યારે તે પૂર્વ-આયોજિત કાવતરું છે." “ચૂંટણી પહેલા વિરોધ પક્ષો સામે કેન્દ્રીય એજન્સીઓનો જે રીતે ઉપયોગ કરવામાં આવે છે તે અભૂતપૂર્વ છે. જો પોલીસ અને સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવી હોત તો આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને અટકાવી શકાઈ હોત. સ્વાભાવિક રીતે, તે સ્પષ્ટ છે કે ભાજપ આવી ઘટનાઓ ઇચ્છે છે," સેને ઉમેર્યું.

“પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા નથી… કેન્દ્રીય ટીમો પણ અહીં સલામત નથી. કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. અમને લાગે છે કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ લોકસભા ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કલમ 355 (રાજ્યોને બાહ્ય આક્રમણ અને આંતરિક વિક્ષેપ સામે રક્ષણ આપવાની સંઘની ફરજ) લાદવી જોઈએ, ”ભાજપના રાજ્યસભા સાંસદ સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎