:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

સુપ્રીમ : મદરેસા એક્ટ કેસમાં હાઈકોર્ટ પર રોક, કેન્દ્ર અને UP સરકાર , મદરેસા શિક્ષણ બોર્ડને નોટિસ

top-news
  • 05 Apr, 2024

દેશમાં ધર્મિક શિક્ષણને  મહત્વપૂર્ણ માનીને તેને પ્રોત્સાહિત કરવા હેતુ પગલાં લેવાઈ રહ્યાં છે, પરંતુ આ શિક્ષણની સાથે આજની યુવા પેઢી અને આવનાર ભાવિ નાગરિકો નો પણ સવાંગી વિકાસ થાય તે માટે શિક્ષણબોર્ડ દ્વારા આપતું શિક્ષણ પણ તેટલુજ મહત્વપૂર્ણ છે, આ મામલે ઉ. પ સરકાર દ્વારા મદરેસા શિક્ષણ પ્રણાલી વિરુદ્ધ નો કેસ આજે સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો. જેમાં સુપ્રીમે આજે ઉત્તર પ્રદેશના મદરેસા એક્ટ કેસમાં મહત્વની સુનાવણી કરી હતી.

UP યુપીના મદરેસા એક્ટને ગેરબંધારણીય જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે મદરેસા એક્ટની જોગવાઈઓને સમજવામાં ભૂલ કરી છે. આ કાયદો બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંત વિરુદ્ધ હોવાનું હાઈકોર્ટનું માનવું ખોટું છે. હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, UP સરકાર અને UP મદરેસા શિક્ષણ બોર્ડને નોટિસ ફટકારી છે.

UP બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ, 2004 રાજ્યમાં મદરેસાની શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે બનાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત બોર્ડ તરફથી માન્યતા મેળવવા માટે મદરેસાઓએ ચોક્કસ લઘુત્તમ ધોરણો પૂરા કરવા જરૂરી હતા.બોર્ડે મદરેસાઓને અભ્યાસક્રમ, શિક્ષણ સામગ્રી અને શિક્ષકોની તાલીમ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી.પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે મદરેસાઓમાં સરકારી પૈસાથી ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. આ કેસની જુલાઈના બીજા સપ્તાહથી સુનાવણી શરૂ થશે. હાઈકોર્ટે સરકારી અનુદાન પર મદરેસા ચલાવવી બિનસાંપ્રદાયિકતા વિરુદ્ધ ગણાવી હતી. રાજ્ય સરકારને મદરેસાના વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં દાખલ કરવા માટે કહેવાયું હતું.

સુપ્રીમ કોર્ટમાં યુપી સરકારે કહ્યું કે, તેમણે હાઈકોર્ટના આદેશનો સ્વીકાર કર્યો છે. મદરેસા ચલાવવાને લીધે સરકારને વાર્ષિક 1096 કરોડ રૂપિયાનો ખર્ચ આવતો હતો. મદરેસાના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે પરંતુ અરજદારોએ દલીલ કરી હતી કે આ આદેશથી 17 લાખ વિદ્યાર્થીઓ અને 10 હજાર શિક્ષકોને અસર થશે.

જે બાદ હાઈકોર્ટે તેને ધર્મનિરપેક્ષતાના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યું અને તેને ગેરબંધારણીય જાહેર કર્યું. જેના કારણે સરકાર તરફથી મળતી સહાય બંધ થઈ જશે. આવી સ્થિતિમાં હવે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જ્યાં આજે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે.નોંધનીય છે કે, મદરેસાના મેનેજર અંજુમ કાદરી અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હાઈકોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવીને મનસ્વી ગણાવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ નિર્ણયને કારણે મદરેસામાં ભણતા લાખો બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે. તેથી જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ મદરેસા એક્ટની બંધારણીય માન્યતા અંગે નિર્ણય ન લે ત્યાં સુધી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુકવો જોઈએ

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎