:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

ફોર્બ્સેની અબજોપતિઓની યાદીમાં રેણુકા જગતિયાની સામેલ : દેશમાં 44મા ક્રમે , કુલ સંપત્તિ 40 હજાર કરોડ..

top-news
  • 04 Apr, 2024

ફોર્બ્સે ભારતીય અબજોપતિઓની યાદી જાહેર કરી છે અને તેમાં 25 નવી હસ્તીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક નામ એવું છે જે આજ સુધી ક્યારેય સાંભળવામાં નથી આવ્યું . જે છે રેણુકા જગતિયાની જેમણે અબજોપતિઓની યાદીમાં નવી એન્ટ્રી કરી છે. રેણુકા જગતિયાની દેશના અમીરોની યાદીમાં 44મા ક્રમે છે અને તેમની કુલ સંપત્તિ લગભગ 5 બિલિયન ડોલર એટલે કે 40 હજાર કરોડ હોવાનો અંદાજ છે.

આજે રેણુકા અબજોપતિઓની યાદીમાં સામેલ છે. એક સમય હતો જ્યારે તેના પતિ લંડનના રસ્તા પર કેબ ચલાવી પોતાનું ગુજરાન કરતા હતા આજે અબજોપતિઓની યાદીમાં તેમની એન્ટ્રી થઈ છે રેણુકા જગતિયાની ફોર્બની ટોપ 100 ભારતીય ધનિકોની યાદીમાં 44મા સ્થાને છે. રેણુકા જગતિયાની લેન્ડમાર્ક ગ્રુપના CEO છે અને તેમની સંપત્તિ $4.8 બિલિયન અથવા લગભગ 40,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. લેન્ડમાર્ક ગ્રુપનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયેલો છે. તેનું મુખ્યાલય દુબઈમાં છે અને આ કંપનીની સ્થાપના રેણુકાએ તેના સ્વર્ગસ્થ પતિ મિકી જગતિયાની સાથે મળીને કરી હતી.

ફોર્બ્સ 2024 રિચ લિસ્ટમાં સામેલ રેણુકા જગતિયાનીએ લેન્ડમાર્ક ગ્રૂપને આગળ લઈ જવામાં અને તેને ઉંચાઈઓ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બિઝનેસ સેક્ટરમાં તેમના કામને જોતાં, રેણુકાને 2007માં આઉટસ્ટેન્ડિંગ એશિયન બિઝનેસ વુમન ઑફ ધ યર અને 2012માં બિઝનેસવુમન ઑફ ધ યર જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.આજે અમીરોની યાદીમાં પ્રભુત્વ જમાવનાર રેણુકા જગતિયાનીની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. આજે રેણુકા ભલે ભારતીય અમીરોની યાદીમાં ઉચ્ચ સ્થાને પહોંચી ગયા હોય, પરંતુ તેમણે પોતાના જીવનમાં ઘણા મોટા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે.

આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રેણુકાના પતિ સ્વર્ગસ્થ મિકી જગતિયાની એક સમયે લંડનમાં કેબ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અહેવાલો અનુસાર, મિકી 1970 ના દાયકામાં લંડનમાં એક કેબ ડ્રાઇવર હતા અને ત્યાંથી તે પહેલા બહેરીન અને પછી દુબઈ ગયા અને એક વિશાળ બિઝનેસ સામ્રાજ્ય બનાવ્યું, જેનું સંચાલન પત્ની રેણુકા જગતિયાની કરે છે. મિકી જગતિયાની, જેઓ લંડનમાં કેબ સેવાઓ પૂરી પાડતા હતા, તેમના માતા-પિતા અને ભાઈના આકસ્મિક મૃત્યુ પછી 1973 માં બહેરીન ગયા, જ્યાં તેમણે તેમના ભાઈની રમકડાની દુકાનનું સંચાલન કરવાનું શરૂ કર્યું.

તેણે લગભગ એક દાયકા સુધી બાળકોના રમકડાની દુકાન ચલાવી અને પરિવારનો ઉછેર કર્યો, આ દરમિયાન તેણે તેના રમકડાંના આઉટલેટ્સનો વિસ્તાર પણ કર્યો અને 10 વર્ષમાં 6 રમકડાની દુકાનો શરૂ કરી. આ પછી, ગલ્ફ વોર સમાપ્ત થયા પછી, તેઓ દુબઈ પહોંચ્યા અને ત્યાં તેમનું લેન્ડમાર્ક ગ્રુપ શરૂ કર્યું. લેન્ડમાર્ક ગ્રૂપ દ્વારા, મિકી જગતિયાનીએ મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં ફેશન, ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચર અને હોટેલ બિઝનેસમાં તેમનો વ્યવસાય વિસ્તાર્યો.

તેમના પતિના મૃત્યુ પછી, રેણુકા જગતિયાનીએ બિઝનેસ સંભાળ્યો અને 1993માં લેન્ડમાર્ક ગ્રુપમાં પ્રવેશ કર્યો. ત્રણ બાળકોની માતા રેણુકાને વારસામાં $4.8 બિલિયનની સંપત્તિ મળી છે. હવે રેણુકા જગતિયાની આ ગ્રુપના ચેરપર્સન છે અને ત્રણેય બાળકો આરતી, નિશા અને રાહુલનો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રેણુકાએ લેન્ડમાર્ક ગ્રૂપનો કબજો સંભાળ્યા પછી, તેમણે ઝડપથી તેનો કારોબાર વિસ્તાર્યો અને આજે કંપની પાસે વિશ્વના 21 દેશોમાં 2200 થી વધુ સ્ટોર્સ કાર્યરત છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎