:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

WHO: 2030 સુધીમાં AIDS વિશ્વભર માંથી નાબૂદ થવાની શક્યતા : એડ્સને ખતમ કરવા માટે 95-95-95નો ફોર્મુલા બનાવ્યો

top-news
  • 04 Apr, 2024

વિશ્વમાં વિજ્ઞાન પુષ્કળ આગળનીકળી ગયું છે. કોઈ એવી બીમારી કે રોગ નથી જેની દવા નથી , દરેક રોગ પર ઈલાજ છે અથવા તો શોધાય જ છે, કોઇ પણ રોગ હવે અસાધ્ય નથી.એવામાં પાછલા થોડા વર્ષોથી એચઆઈવીની બીમારી ઉપર પણ સંશોધન થયા છે જેને કારણે તે  અસાધ્ય નથી રહી. હવે એચઆઈવીના કારણે અમુક લોકોના જીવ વધારે નથી જતા. દુનિયાભરમાં એચઆઈવીની સાથે જીવવા માટે ઘણા પ્રકારની દવાઓ છે જેનાથી એચઆઈવીને ઠીક કરી શકાય છે. આજ કારણ છે કે 1995 બાદ એચઆઈવીથી મરનાર લોકોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો છે. 

જોકે હકીકત એ છે કે  HIV અને HIVના કારણે થતી બીમારી એડ્સ અત્યાર સુધી ખતમ નથી થઈ. પરંતુ WHOએ એવી યોજના બનાવી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 2030 સુધી એડ્સને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવશે. 

લાઈવ સાયન્સને એચઆઈવી/એડ્સ પર યૂનાઈટેડ નેશન પ્રોગ્રામની ડાયરેક્ટર કુરૈશિયા અબ્દુલ કરીમે જણાવ્યું કે અમારી પાસે હવે એવા ટૂલ છે જેની મદદથી અમે એડ્સને ખતમ કરી શકીએ છીએ. એડ્સ રિસર્ચ પર આવેલા રિપોર્ટ અનુસાર 1996થી HIV/AIDSને કાબૂ કરવા માટે આપણી પાસે ઘણા પ્રકારની પાવરફૂલ સારવાર છે. એવામાં જો આપણે એચઆઈવી વાયરસને હેલ્ધી લોકોમાં જવાથી રોકી શકીએ તો આપણે ટૂંક સમયમાં જ એચઆઈવીને ખતમ કરી શકીએ છીએ. 

તેના માટે સંબંધ બાંધતી વખતે HIV પોઝિટીવ વ્યક્તિમાંથી HIV નેગેટિવ વ્યક્તિમાં વાયરસને જવાથી રોકવો પડશે. એટલે કે ઈન્ફેક્ટેડ લોકોમાંથી વાયરસને અન્ય લોકોમાં જવાથી રોકવો આ બીમારીને ખતમ કરવાની સૌથી સરળ રીત છે. તેમણે કહ્યું કે આ વાયરસનો અંત થઈ શકે છે. તેના માટે શિશુઓ અને ટીનએજર્સમાં HIVને જવાથી રોકવા પડશે. 

હાલમાં HIVની દવા છે. અહીં સુધી કે જો કોઈ વ્યક્તિમાં HIVનું જેખમ પણ છે તો તેને પહેલાથી દવા આપી દેવામાં આવે છે. જેનાતી તે વ્યક્તિમાં HIV ન થાય. તેના પહેલા વૈજ્ઞાનિકોમાં આ વાતની સહમતિ હતી કે 2014 સુધી એચઆઈવીને ખતમ કરી શકાશે. પરંતુ આમ ન થયું. માટે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવજાક શિશુઓ અને ટીનએજ બાળકો પર ફોકસ કરવાનો નિર્ણય કર્યો છે. 

WHOએ નવા HIVથી થતા એડ્સને ખતમ કરવા માટે 95-95-95નો ફોર્મુલા બનાવ્યો છે. એટલે કે 95 ટકા લોકોમાં એ સુનિશ્ચિત કરવું કે તેમને HIV છે કે નહીં. તેના બાદ જે લોકોને HIV છે. તેમાંથી 95 ટકા લોકોને ગમેતે રીતે દવા ઉપલબ્ધ કરાવાની છે અને તેને કંટ્રોલ કરવાનું છે. તેના બાદ જે લોકોની દવા ચાલી રહી છે તેમાંથી 95 ટકા ઈન્ફેક્ટેડ લોકો સુધી જ વાયરસને સીમિત કરી દેવાનો છે. એટલે કે આ લોકોમાંથી કોઈ પણ હાલતમાં બીજા લોકો HIV ન ફેલાય, તેની વ્યવસ્થા કરવાની રહેશે. જો HIVને આ પ્રકારે કાબૂ કરવામાં આવે તો એડ્સને 2030 સુધી રોકી શકાશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎