:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ગુજરાતથી વાયા યુએઇ-સાઉદી અરેબિયાનો નવો દરિયાઈ નિકાસ માર્ગ : ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી જયશંકરની જાહેરાત...

top-news
  • 03 Apr, 2024

સમુદ્રી વેપારમાં વધતી મુશ્કેલીઓ માં મુખ્યત્વે રાતાસમુદ્રમાં વધેલો ચાંચિયાઓનો ત્રાસ છે, હાલમાં જ રોજ એકાદ ઘટના એવી બને છે કે જેમાં લુંટેરાઓ દ્વારા જહાજને લૂટી લેવામાં આવે છે કાંતો હુમલા જહાજમાં રહેલા માલને નુકસાન પહોંચાડવામાં આવે છે, આ ઘટનાઓનો વિકલ્પતો શોધવો રહ્યો ,તેથી વિદેશમંત્રી  જયશંકર દ્વારા અમદાવાદ ખાતેથી જાહેરાત કરવામાં આવી , તે મુજબ નવો દરિયાઈ માર્ગ વેપાર માટે વિકસાવવામાં આવશે .

રાતા સમુદ્રમાં સોમાલિયાના ચાંચિયાઓના હુમલા અને ડ્રોન એટેકથી ખતરામાં આવેલી શિપિંગ લાઈનના વિકલ્પે ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારાથી અરબી સમુદ્ર પાર કરીને યુનાઈટેડ આરબ અમિરાત અને સાઉદી અરેબિયાને પાર કરીને ભૂમધ્ય સમુદ્રમાં થઈને અલગથી કનેક્ટિવિટી બનાવવામાં આવશે. આ માર્ગ વિકસાવીને વેપાર ચાલુ રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ જ રીતે ઈરાન-ચોબહાર થઈને રશિયા તરફ લઈ જવાઈ રહ્યો છે. સુએઝ કેનાલની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.

વિદેશમંત્રી એસ.જયશંકરે અમદાવાદ અને રાજકોટની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ કોરિડોરનો આજકાલ વધુ ઉપયોગ થવા માંડયો છે. ઉત્તર ધ્રુવમાં બરફ ઓગળવા માંડ્યો હોવાથી રશિયાથી આગળ થઈને યુરોપના દેશોમા પણ જવાનો માર્ગ આ વિસ્તારમાંથી થઈ જશે. આ એક કલ્પના નથી. આવનારા દિવસોની વાસ્તવિક્તા છે. આ જ રીતે મણિપુરની સીમાથી આગળ વધીને હાઈવે તૈયાર કરવામાં આવશે. મણિપુર બોર્ડરથી વિયેટનામ સુધી જઈ શકાય તેવી સ્ટ્રાલય, સાઉદી અરેબિયા સહિતના દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને ભારતે નવા માર્કેટ ઊભા કરવામાં પણ સફળતા મેળવી છે. ભારત આજે વિશ્વનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર છે. થોડા વરસોમાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે. આગામી વર્ષોમાં ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બનવાને સક્ષમ છે. 

ગ્લોબલ વિલેજમાં ભારતના સંબંધો અનેક દેશો સાથેના સંબંધો ઘનિષ્ટ થઈ રહ્યા છે અને આ સંબંધો જ વિકસિત ભારતનો પાયો નાખી રહ્યા છે. દેશના અર્થતંત્રના વિકાસ માટે પાંચ બાબતો મહત્વની છે. તેમાં પ્રોડક્શન, કન્ઝમ્પશન, ટેક્નોલોજી, લોજિસ્ટિક અને દેશની ડેમોગ્રાફી જ મહત્વના છે. આ પાંચેય મોરચે ભારતે છેલ્લા દસ વર્ષમાં ગજબની કામગીરી કરી દેખાડી છે, એમ આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટરનેશનલ પોલિસી, એ કેટાલિસ્ટ ફોર વિકસિત ભારત અંગે બોલતા વિદેશ મંત્રી એસ. જયશંકરે પ્રસ્તુત નિવેદન કર્યું હતું. વિશ્વના ઘણાં દેશોમાં વસતિ ઘટી રહી છે. તેમને ટેલન્ટ પ્રતિભાની અછત વરતાઈ રહી છે. આ સંજોગોમાં ભારત પાંચેય આગળ લઈને દેશે વિશ્વ વિકાસની કેડી પર મૂકી રહ્યું છે. 

યુક્રેનના યુદ્ધને કારણે ક્રૂડની સમસ્યા ઊભી થઈ. ભારત પર દબાણ હતું કે રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદો. તેમ ન થયું હોત તો બધાં જ અખાતના દેશો તરફ દોડ્યા હોત અને પેટ્રોલ-ડિઝલના ભાવ સાતમે આસમાને પહોંચી ગયા હોત. તેથી ભારતે સ્ટેન્ડ લીધું કે અમે અમારા ગ્રાહકોના-વપરાશકારના હિતમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનો નિર્ણય લઈએ છીએ. આવી જ બીજી તક જેટ એન્જિનની ટેક્નોલોજીની આવી. ભારતને જેટ એન્જિનની ટેક્નોલોજી ભારતમાં પ્રોડક્શન કરવા માટે મેળવી દેખાડી છે. આજકાલ ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં દેશો બહુ ઉત્સુક હોતા નથી. સોલાર પાવર, ડ્રોન, સ્પેસ ટેક્નોલોજી ટ્રાન્સફરમાં તકલીફ પડી રહી છે. વિદેશનીતિમાં ભારતના સંબંધો અમેરિકા સાથેના ઘનિષ્ટ થતાં આ શક્ય બન્યું હતું તેવું જ સેમિકન્ડક્ટર્સ ચિપ્સની ટેક્નોલોજીની બાબતમાં બન્યું છે. 

ચિપ્સ બનાવવામાં જે દેશ આગળ હશે તે દેશ દુનિયાનું નેતૃત્વ કરશે. ગત જૂનમાં ભારતના પ્રધાનમંત્રીની અમેરિકાની મુલાકાત દરમિયાન તે શક્ય બન્યું છે. વિદેશ નીતિનો જ આ પરિણામ છે. ચિપ્સ વિના ભારતના ઓટો ઉદ્યોગની હાલત કફોડી થઈ હતી. હવે વિકસિત ભારત બનાવવા સેમિકન્ડક્ટરની  ટેકનોલોજીને માસ્ટર કરવી એ ભારતની તાતી જરૂરિયાત હતી. પ્રધાનમંત્રીએ અમેરિકાના પ્રમુખ જો બાઈડન સાથે અમેરિકાની ત્રણ કંપની માઈક્રોન, લેમ રિસર્ચ અને અપ્લાઈ મટિરિયલ બનાવતી કંપની ભારતમાં આવવા તૈયાર થઈ હતી.

આ જ વિદેશ નીતિની સફળતા છે. એસ. જયશંકરે કહ્યું હતું કે આ શક્ય બન્યું કોરાનાની મહામારીની સમયમાં દુનિયાના અમેરિકા સહિતના 101 દેશોને હાઈડ્રોકિસ ક્લોરોક્વિનનો પુરવઠો આપીને ભારતે અનેક દેશોને મદદ કરી હતી. તેની સાથે જ અન્ય દેશો સાથે બિઝનેસ કરવામાં સલામતીનો માહોલ ઊભો કરવો તે પણ વિદેશ નીતિનો જ હિસ્સો છે. નોર્થ અમેરિકા, યુરોપ અને અખાતના દેશોના સલામત માર્કેટમાં ભારતીય પ્રોડક્ટ્સને માર્કેટ મળે તેનો પ્રયાસ પણ વિદેશ નીતિના માધ્યમથી કરવામાં આવે છે

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎