છત્રપતિ સંભાજીનગરની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 7ના મોત: આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત ..
- 03 Apr, 2024
દેશમાં હાલમાં દુર્ઘટનાઓના પ્રમાણ માં વધારો થતો જોવામાં આવ્યો છે,એ પછી અકસ્માત હોય કે આગની કોઇ ઘટના જેને કારણે અનેક જાન જોખમમાં આવી રહી છે, હાલમાં જ એક દુર્ઘટના મહારાષ્ટ્ર ના છત્રપતિ સંભાજીનગરમાં એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. જેમાં સંભાજીનગરના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં મકાનમાં ભયંકર આગમાં એક જ પરિવારના સાત લોકોના જીવ ગયા છે. મોતને ભેટ્યા તેમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે પરિવાર સૂતો હતો. મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યારે ઘટનાને પગલે સ્થળ પર મોટીસંખ્યામાં ટોળા ઉમટ્યા હતા .
હાલ તમામ મૃતદેહોને છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. છત્રપતિ સંભાજીનગર પોલીસએ જણાવ્યુ હતુ કે જે ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી, જેમાં આગ લાગી હતી. આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે, બેટરી વાળું વાહન ચાર્જિંગમાં હતું અને તેમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મૃત્યુ પામેલાઓમાં અસીમ, પરી, વસીમ શેખ (30), તનવીર વસીમ (23), હમીદા બેગમ (50), શેખ સોહેલ (35) અને રેશ્મા શેખ (22)નો સમાવેશ થાય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ