:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

તાઈવાનમાં 7.5ની તીવ્રતાનો મોટો ભૂકંપ: ઈમારતો થઈ ધરાશાયી, ભૂકંપ બાદ જાપાનમાં સુનામી..

top-news
  • 03 Apr, 2024

વિશ્વમાં  કુદરતી આફતો પણ હવે રોકવાનું નામ નથી લઈ રહી, એક પછી એક આફતો દુનિયાના દેશો પર આવતી જ રહે છે, હજી ગઈકાલે જ જાપાનની ધરા ભૂકંપથી ધ્રુજી હતી ,એવામાં આજે તાઇવાનથી પણ ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે,પ્રાપ્ત માહિતી મુજબ તાઈવાનમાં આજે એક મોટો ભૂકંપનો ઝટકો આવ્યો છે. જેના કારણે આખો ટાપુ હલી ગયો અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ.

જાપાને દક્ષિણી ટાપુ જૂથ ઓકિનાવા માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ બાદ 3 મીટર સુધીની સુનામીની ભવિષ્યવાણી કરી છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે લગભગ અડધા કલાક બાદ તેમણે  કહ્યું કે સુનામીની પ્રથમ લહેર મિયાકો અને યેયામા ટાપુઓના દરિયાકિનારા પર આવી ચૂકી છે.. 

તાઈવાનની ભૂકંપ એજન્સીએ તીવ્રતા 7.2ની જણાવી છે, જ્યારે યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે તે 7.5 છે. ત્યારે ભૂકંપથી તાઈવાનના પૂર્વીય શહેર હુલિએનમાં ઈમારતોના પાયા હલી ગયા છે. ભૂકંપનો ઝટકો રાજધાની તાઈપેમાં અનુભવાયો છે.

ભૂકંપના કારણે તાઈવાનના હુઆલિનમાં ઘણી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ ગઈ છે અને ઘણુ નુકસાન પહોંચ્યુ છે. સ્પીડ ટ્રેનની સર્વિસને રોકી દેવામાં આવી છે. અંડર ગ્રાઉન્ડ રેલવે સ્ટેશનથી લોકોને બહાર નીકળી ગયા છે. તાઈવાનમાં છેલ્લા 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ બતાવવામાં આવી રહ્યો છે. જો કે ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. 

ભૂકંપના કારણે તાઈપે, તાઈચૂંગ અને કાઉશુંગમાં મેટ્રો સિસ્ટમ રોકી દેવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમી જાપાનના મિયાકોજિમા અને યેયામા વિસ્તારના તળેટી વિસ્તારની સાથે સાથે ઓકિનાવા પ્રાંતમાં ઓકિનાવાના મુખ્ય દ્વીપ માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.અહેવાલો અનુસાર તાઈવાનમાં આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા શાંઘાઈમાં પણ અનુભવાયા હતા. ચીની મીડિયાનું કહેવું છે કે ચીનના ફુઝોઉ, ઝિયામેન, ઝુઆનઝોઉ અને નિંગડેમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ફિલિપાઈન્સે સુનામીની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચેતવણી જાહેર કરી છે. ફિલિપાઈન્સ સિસ્મોલોજી એજન્સીએ અનેક પ્રાંતોના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામી એલર્ટ જાહેર કર્યું છે અને અહીં રહેતા લોકોને ઊંચા વિસ્તારોમાં ખસી જવા જણાવ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎