AAP સાંસદ સંજય સિંહના જામીન મંજૂર : લિકર પોલિસી કૌભાંડના કેસમાં 6 મહિનાથી જેલમાં.. .
- 02 Apr, 2024
લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, રાજકીય પક્ષો પોતાના પાર્ટીનો પ્રચાર પ્રસાર જોર - શોરથી કરવામાં પડ્યા છે, દેશની તપાસ એજન્સીઓ પણ પૂછતાછ અને જાંચ ના કાર્યમાં લાગેલી છે, એવામાં હાલમાં "આપ" પાર્ટી સામે ચાલી રહેલી લિકર પોલિસી કૌભાંડની તપાસ માં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તેમને જામીન આપ્યા છે. દિલ્હી લિકર પોલિસી સંબંધિત કૌભાંડના કેસમાં તે 6 મહિના જેલમાં હતા. કોર્ટના નિર્ણય અનુસાર સંજય સિંહ રાજકીય ગતિવિધિઓમાં પણ ભાગ લઈ શકશે.
સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી. બેન્ચે EDને પૂછ્યું હતું કે સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર કેમ છે? સંજય સિંહના વકીલે કોર્ટને કહ્યું હતું કે મની લોન્ડરિંગની પુષ્ટિ થઈ નથી . આમ છતાં સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે.
સુપ્રીમ કોર્ટ મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ અને રિમાન્ડને પડકારતી સિંહની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. AAP સાંસદના વકીલની અરજી પર સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે સંજય સિંહના કબજામાંથી કોઈ પૈસા મળ્યા નથી અને તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ થઈ શકે છે.
સંજય સિંહની ઇડીએ ગયા વર્ષે 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. EDએ હાઈકોર્ટમાં AAP સાંસદની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સંજય સિંહે આ આધાર પર જામીન માંગ્યા હતા કે તે ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને આ ગુનામાં તેની કોઈ ભૂમિકા નથી. તપાસ એજન્સીએ હાઈકોર્ટમાં જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સંજય સિંહ પોલિસી પીરિયડ 2021-22 થી સંબંધિત દિલ્હી દારૂ કૌભાંડમાંથી ઉઘરાવવામાં આવેલા ભંડોળને રાખવા, છુપાવવામાં અને ઉપયોગ કરવામાં સામેલ હતા. જોકે, સુપ્રીમ કોર્ટની એજન્સીએ તેમના જામીનનો વિરોધ કર્યો ન હતો.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટતા કરી કે, "સંજય સિંહ પોતાની રાજકીય ગતિવિધિઓ ચાલુ રાખી શકે છે. કોર્ટે કહ્યું, "અમે નોંધીએ છીએ કે તેમણે દલીલો શરૂ કરતા પહેલા જ છૂટ આપવામાં આવી હતી." આ અંગે EDની રજૂઆત. એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું, " દલીલબાજીનો કેસ છે પણ અમે છૂટ આપી શકીએ છીએ."
સુપ્રીમ કોર્ટે EDની અરજી પર કહ્યું, "ASG કહે છે કે EDને સંજય સિંહને PMLAની કલમ 3 અને 4 હેઠળ ECIR હેઠળની કાર્યવાહી બાકી હોય તેને જામીન પર મુક્ત કરવામાં કોઈ વાંધો નથી." આ સાથે કોર્ટે કહ્યું કે અમે હાલની અપીલ સ્વીકારીએ છીએ અને સુનાવણી દરમિયાન સંજય સિંહને જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ કરીએ છીએ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ