જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો: ઉત્તરના ઈવાતે -આઓમોરી પ્રાંતમાં અનુભવાયા આચકાં
- 02 Apr, 2024
જાપાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. જાપાન માં ભૂકંપના આંચકા અનુભવ સમયાંતરે થતા જ હોય છે, આનું એક કરણ જાપાનની ભોગોલિક સ્થિતિ છે, જેના પરિણામ સ્વરૂપ કાયમ ત્યાં ના લોકોને આ આચકાનો અનુભવ થતો રહે છે.
હાલ પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર જાપાનના ઈવાતે અને આઓમોરી પ્રાંતમાં ભૂકપંનો અનુભવ થયો હતો . જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રાંતનો ઉત્તરીય ભાગ હતો. જો કે હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.જાપાનમાં ભૂકંપ બાદ સુનામી પણ આવતી રહે છે, તેથી લોકો તેના માટે પણ તૈયાર હોય છે, પરંતુ હાલ માં આવી કોઇ આગાહી કરવામાં આવી નથી .
નવા વર્ષની શરૂઆતમાં પશ્ચિમ જાપાનમાં આવેલા ભૂકંપને કારણે 50થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. અધિકારીઓએ ચેતવણી જાહેર કરી હતી અને લોકોને તેમના ઘરોથી દૂર રહેવા કહ્યું હતું.મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1 જાન્યુઆરીએ ઇશિકાવા પ્રાંત અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 100 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ પણ સામેલ હતો, ત્યારબાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
ધરતીની અંદર પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે. ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાંતો કહે છે કે, આપણી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. આ પ્લેટો અથડાતી વખતે જે ઉર્જા બહાર આવે છે તેને ભૂકંપ કહેવાય છે. નિષ્ણાતોના મતે, પૃથ્વીની નીચે હાજર આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે. આ સમયગાળા દરમિયાન કેટલીક પ્લેટો અન્યથી દૂર જાય છે અને કેટલીક અન્યની નીચે સરકી જાય છે. આ સમય દરમિયાન પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ