:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

કેનેડાએ આખરે પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવ્યા

top-news
  • 20 Oct, 2023

કેનેડા-ભારત વિવાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે.  કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. ભારત દ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ સ્થાનિક સમય અનુસાર ગુરુવારે (19 ઓક્ટોબર) રાજદ્વારીઓને બોલાવવાની માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે, કેનેડા બદલો લેશે નહીં. 

વાસ્તવમાં કેનેડાના વિદેશ પ્રધાનની વળતી કાર્યવાહીનો અર્થ ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપવાનો છે. વિદેશ મંત્રી જોલીએ કહ્યું કે, ભારતે રાજદ્વારીઓને શુક્રવાર સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. તેને કહેવામાં આવ્યું હતું કે, જો તે આમ નહીં કરે તો તેનો રાજદ્વારી દરજ્જો રદ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, ભારતનું આ પગલું અયોગ્ય છે અને રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. 

વિદેશ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ભારતની કાર્યવાહીથી અમારા રાજદ્વારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે તેમને ભારતથી પાછા બોલાવ્યા છે. તેમણે કહ્યું કે, જો આપણે રાજદ્વારી પ્રતિરક્ષાના નિયમને તોડવા દઈએ તો દુનિયાનો કોઈ રાજદ્વારી સુરક્ષિત નહીં રહે. આ કારણોસર અમે ભારતની કાર્યવાહીનો કોઈ જવાબ આપવાના નથી. ભારત છોડી ગયેલા 41 રાજદ્વારીઓની સાથે 42 લોકો પણ છે જેઓ તેમના પરિવારના સભ્યો છે.