:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સળગતા માહોલ વચ્ચે મુખ્યમંત્રીને દિલ્હીનું તેડુ આવ્યુ ... સીએમની મેનિફેક્ટો કમિટી તેમજ હાઇકમાન્ડ સાથે બેઠકની શક્યતા ...

top-news
  • 01 Apr, 2024

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, એવા સામે ગુજરાત ભાજપમાં ઉમેદવારો સામેનો અસંતોષ ઓછો થવાનું નામ નથી લેતો,  ગુજરાતમાં ચાલતી આ રાજકીય ધમાસાણ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડુ આવ્યુ છે. ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્લી જવાના છે. રાજ્યની અલગ-અલગ બેઠકો પર વિવાદ વચ્ચે CMનો દિલ્લી પ્રવાસ થવાનો છે. આ વિવાદ  ઉપરાંત મેનિફેસ્ટોને લઈને કમિટીની બેઠક માટે પણ  CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

ભાજપનો ચુંટણી લગતો  ઘોષણાપત્ર  તૈયાર કરવાની ચર્ચા માટે બેઠક યોજાવાની છે. જેમાં 2024ની ચૂંટણી માટેના મહત્વના મુદ્દાઓ ઉપરાંત રાજ્યની સમસ્યાઓ સાથેની બાબતોને લઇ ચર્ચા આ બેઠકમાં કરાશે. જેની સાથે-સાથે હાઇકમાન્ડ ગુજરાતની હાલની પાર્ટીની સ્થિતિનો તાગ પણ મેળવશે. રાજ્યમાં ઉમેદવારો સામે થઈ રહેલા વિરોધને લઇ સીએમ -પીએમ ચર્ચા કરી શકે છે. 

લોકસભા ચૂંટણી 2024 જાહેર થતાની સાથે જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે રાજ્યની 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ પહેલીવાર ગુજરાત ભાજપમાં કાર્યકરોનો જૂથવાદ અને અસંતોષ બહાર આવ્યો છે જેને લઇને પ્રદેશ મોવડી મંડળ પણ ચિંતિત બન્યુ છે. ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ છે. આ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આમ તો સીએમ મેનિફેક્ટો કમિટીની બેઠકમાં જવાના છે . પરંતુ સુત્રોની વાત માનીએ તો સીએમ હાઇકમાન્ડ સાથે બેઠક કરી શકે છેઅને ગુજરાતની રાજકીય સ્થિતીથી વાકેફ કરશે.

ગુજરાતમાં વડોદરા, અમરેલી, સાબરકાંઠા, જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારોને લઈ ભાજપમાં આંતરિક જૂથવાદ ખુલીને બહાર આવ્યો છે. પક્ષના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે.  પક્ષમાં કોંગ્રેસીઓની ભરતી મેળાથી કાર્યકરો નારાજ બન્યા છે. ભરતી મેળાને કારણે પક્ષપલટુઓને મહત્ત્વનું સ્થાન મળી રહ્યું છે, જેના કારણે પણ ભાજપમાં આંતરિક ખટપટ વકર્યો છે. સળગતા માહોલ વચ્ચે મુખ્યમંત્રીને દિલ્હીનું તેડુ આવ્યુ છે. સોમવારે ભાજપની મેનિફેસ્ટો- ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાવાની છે, જેમાં મુખ્યમંત્રી ભાગ લેશે.સૂત્રોનું કહેવું છે કે, ગુજરાતમાં ભાજપની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ શકે છે. 

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન તારીખ : 07 મે 2024 (મંગળવાર)થવાનું છે જ્યારે મત ગણતરી તારીખ : 04 જૂન 2024 (મંગળવાર)રોજ થશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎