:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સારી દુનિયા કા બોજ ઉઠાતે હૈ -કુલીઓ માટે ખુશીના સમાચાર : જૂના વેતન 250 રૂપિયાના બદલે હવે 340 આપવા પડશે

top-news
  • 30 Mar, 2024

રેલ્વે બોર્ડ દ્વારા વધતી જતી મોંઘવારીને ધ્યાન માં લઈને  રેલવે સ્ટેશનો ઉપર મુસાફરોને ઉપયોગી બનતા અને તેમનો માલ-સામાન વહન કરતા કુલીઓ માટે અનદના સમાચાર આપ્યા છે, તેમણે  કુલીઓના સુવિધા અને વેતન વધારવા નો નિર્ણય કર્યો છે, તેથી કુલીઓને  હવે જૂના વેતન પર કામ કરવું પડશે નહીં. રેલવે બોર્ડે કુલીઓની સુવિધામાં વધારો કર્યા બાદ વેતન વધારવાના આદેશ આપ્યા છે.  મોંઘવારીને ધ્યાનમાં રાખીને માલસામાનની વહન માટે કુલીઓના દરમાં વધારો કરવાની માંગ તેમની પુષ્કળ જૂની હતી, જેનો હાલ માં ચુંટણી પહેલા નિવેડો આવ્યો હતો . 

આ સિવાય તેમને રેલવે કર્મચારીઓની જેમ અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે.કુલી વેતન અંગે રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સામાન વહન કરનારા કુલીઓના દર લગભગ પાંચ વર્ષ પછી વધારવામાં આવ્યા છે. રેલવે બોર્ડના આદેશ બાદ રાયપુર ડિવિઝનમાં આનો અમલ કરવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું કે તેને દેશભરના તમામ 68 વિભાગોમાં લાગુ કરવામાં આવવો જોઈએ.

અધિકારીએ કહ્યું કે ઝોનલ રેલ્વેના જનરલ મેનેજરને કુલીના દરોની સમીક્ષા કરવાનો અને તેને તર્કસંગત બનાવવાનો અધિકાર હશે.રેલવે અધિકારીએ કહ્યું કે જો વજન 40 કિલોથી વધુ હોય તો તમારે રેલ મુસાફરી માટે 250 રૂપિયાના બદલે 340 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, વૃદ્ધ અથવા બીમાર વ્યક્તિને વ્હીલ ચેર પર લાવવા માટે, તેણે 130 રૂપિયાની જગ્યાએ 180 રૂપિયા ચૂકવવા પડશે. બીમાર વ્યક્તિને સ્ટ્રેચર પર લાવવા માટે તમારે 200 રૂપિયાની જગ્યાએ 270 રૂપિયા ચૂકવવા પડશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎