:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સાબરકાંઠા-રાજકોટ ,વડોદરા ઠેર- ઠેર ભાજપમાં આંતરિક વિવાદ : રૂપાલા વિરુદ્ધ રાજકોટ માં કોર્ટ કેસ દાખલ

top-news
  • 30 Mar, 2024

લોકસભાની ચૂંટણીમાં પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે, એની સાથે સાથે ભાજપમાં આંતરિક વિવિદ પણ શરૂ થયેલો નજરે પડી રહ્યો છે, ઠેર-ઠેર વિરોધના સૂર બહાર સાંભળાઈ રહ્યા છે, હાલ માં સાબરકાંઠા અને વડોદરામાં ભાજપે નવા ઉમેદવાર જાહેર કરવા ફરજ પડી પછી પણ સંગઠન, સ્થાનિક નેતાગીરી અને જૂના કાર્યકરોનો વિરોધ ચાલુ જ છે. આ સિવાય રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદનની આગ પણ ઠરી રહી નથી.

રંજનબેન ભટ્ટના સ્થાને વડોદરાના ઉમેદવાર જાહેર થયેલા ડૉ. હેમાંગ જોશીને ત્રણ દિવસ પ્રચાર નહીં કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે તો સાબરકાંઠામાં શોભના બારૈયાના બે દિવસના કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા છે. ભાજપમાં વિરોધના વંટોળ વચ્ચે કોંગ્રેસમાંથી કાંગરા ખરવાનું હજી અટક્યું નથી. ધારાસભ્યો-પૂર્વ ધારાસભ્યો અને કોર્પોરેટરો બાદ શુક્રવારે પ્રદેશ સંગઠનના મહામંત્રી બને બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સૌથી મજબૂત ટેકેદાર ડી. ડી. રાજપૂતે રાજીનામું આપી દીધું હતું. આ સાથે રાજપૂતે ભાજપમાં જોડવાને સંકેત પણ આપી દીધો છે એટલે હવે ગેનીબેન માટે સ્થિતિ નબળી પડી હોવાનું જાણકારો જણાવે છે. 

ઠાકોર અને ડામોર અટકના વિવાદનો ભોગ બનનાર સાબરકાંઠાના ભીખાજી ઠાકોરને ફરી ઉમેદવાર બનાવવા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. પ્રદેશ ભાજપે ગૃહ રાજ્યમંત્રીને હિંમતનગર દોડાવ્યા હતા. મંત્રીએ લોકસભા બેઠક હેઠળ આવતા સાત ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના પક્ષના સભ્યો અને સંગઠનના હોદેદારો સાથે પાંચ કલાકની મેરેથોન બેઠક કરી હતી. એવા સંકેત મળી રહ્યા છે કે અહીં ફરી ઉમેદવાર બદલાય! આ બંને વચ્ચે, રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદનની આગ પણ ઠરી રહી નથી. માત્ર રાજકોટમાં નહીં પણ સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા અને રાજ્યભરમાં રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવા માટે ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદો થઈ રહી છે તે રાજકોટમાં કોર્ટ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎