:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

કુખ્યાત ગેંગસ્ટરના મોતના પગલે ઉ. પ.માં વિવાદ : મારા પિતાને ધીરે-ધીરે ઝેર અપાયું -પુત્રનો ગંભીર આરોપ

top-news
  • 29 Mar, 2024

ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચુંટણી વચ્ચે કુખ્યાત ગેંગસ્ટરના જેલમાં થયેલા મોતના પગલે વિવાદ જાગ્યો છે,તેના પુત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમના પિતા ને જેલમાં સ્લો પોઇઝન આપવામાં આવતું હતું. જો કે મેડિકલ તપાસને પગલે તેનો ખુલાસો થશે. યુપીની બાંદા જેલમાં કેદ ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને હાર્ટએટેક આવતાં તેનું મોત થયું હતું.

ગુરુવારે મોડી રાતે તેને બાંદા જેલમાં હાર્ટએટેક આવ્યો હતો જે પછી તેને તાબડતોબ હોસ્પિટ લઈ જ વાયો હતો. જેલમાં ચેકઅપ દરમિયાન હાર્ટએટેક આવતાં તે બેહોશ થઈને ઢળી પડ્યો હતો જેને પગલે જેલમાં અફરાતફરી મચી હતી અને તેને તાબડતોબ હોસ્પિટલ ખસેડાયો હતો. મુખ્તાર અંસારીની હજુ 2 દિવસ પહેલાં જ તબિયત બગડી હતી. મુખ્તારના સાંસદ ભાઈ અફઝલ અંસારીએ જણાવ્યું હતું કે તેના ભાઈએ દાવો કર્યો છે કે તેને જેલમાં બે વાર ઝેર આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ તેમના નાના પુત્ર ઉમર અંસારીએ મોટું નિવેદન સામે આવ્યું છે. પિતાની લાશ જોયા બાદ ઉમરે કહ્યું કે, તેના પિતાને ઝેર આપવામાં આવ્યું હતું. ઉમરે કહ્યું કે, લોકોને ICUમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે પરંતુ તેઓએ મારા પિતાને જેલમાં ધકેલી દીધા. ધારાસભ્ય એ કોર્ટ સમક્ષ લખ્યું કે, 19મીએ તેમના ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. આ પછી તેની તબિયત લથડી હતી. આ પછી તેને ICUમાં લાવવામાં આવ્યો હતો. 12 કલાક સુધી એટલું દબાણ હતું કે ડોક્ટરો પણ તેની યોગ્ય સારવાર કરી શક્યા ન હતા.

મુખ્તાર અંસારીના નાના પુત્ર ઉમર અંસારીએ કહ્યું કે, તમે ક્યાંય સાંભળ્યું નથી કે ICUમાંથી લોકોને સીધા જેલમાં મોકલવામાં આવે છે. શું તેને આઈસીયુમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે પરંતુ તેઓએ મારા પિતાને જેલમાં ધકેલી દીધા છે. જ્યારે ઉમરને પૂછવામાં આવ્યું કે શું તેને કોઈ પર શંકા છે તો ઉમરે કહ્યું કે તેણે પિતાએ કહ્યું હતું કે, તેમને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે. પણ કોઈ સાંભળતું નથી. હવે આખા દેશને પણ ખબર પડી ગઈ છે.

મુખ્તાર અંસારીના મૃત્યુ પર પુત્ર ઉમર અંસારીએ કહ્યું કે, તેમને વહીવટીતંત્ર દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી. મને મીડિયા દ્વારા આ વિશે ખબર પડી. બે દિવસ પહેલા હું તેને મળવા આવ્યો હતો, પરંતુ મને મળવા દેવામાં આવ્યો ન હતો. અમે પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહી રહ્યા છીએ કે તેને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. ઉમરે કહ્યું કે, 19 માર્ચે તેને રાત્રિભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. અમે ન્યાયતંત્રનો સંપર્ક કરીશું, અમને તેમાં પૂરો વિશ્વાસ છે.

વધુમાં અહી જણાવવાનું કે યુપીમાં એક જમાનામાં જેની તૂતી બોલતી હતી તેવા ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને 2022ની સાલમાં 1996ના અનેક ગુનામાં સંડોવણી બદલ ગાઝીપુરની ગેંગસ્ટર કોર્ટે અંસારીને 10 વર્ષની સજા અને 5 પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎