:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વિદેશ વિભાગે અમેરિકા એમ્બેસીના ચીફ ઓફ સ્ટાફને આપ્યો ઠપકો : કેજરીવાલની ધરપકડ મામલે , દખલ ના કરવાની સલાહ

top-news
  • 28 Mar, 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની શરાબ કૌંભાડમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા કરાયેલ ધરપકડ પર અમેરિકાએ કરેલી ટિપ્પણી પર ભારતે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. કેજરીવાલ પરની અમેરિકાની ટિપ્પણી બાદ ભારતે આજે બુધવારે દિલ્હીમાં યુએસ એમ્બેસીના કાર્યકારી ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ગ્લોરિયા બાર્બેનાને સમન્સ પાઠવ્યું હતું. ગ્લોરિયા સાથે વિદેશ મંત્રાલયના અધિકારીઓની બેઠક લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન ભારતે સ્પષ્ટ કહ્યું કે, આ ભારતનો આંતરિક મામલો છે અને તેમાં અમેરિકા સહીત અન્ય કોઈએ દખલ ના કરવી જોઈએ.

વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ભારતમાં કેટલીક કાનૂની કાર્યવાહીને લઈને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાની ટિપ્પણીનો સખત વિરોધ નોંધાવ્યો છે. કૂટનીતિમાં, દેશો અન્યની સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ જવાબદારી બને છે. સાથી લોકશાહીના કિસ્સામાં પણ વધુ. અન્યથા તે ખોટો દાખલો બેસાડી શકે છે. ભારતની કાનૂની પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે. તેના પર આક્ષેપ કરવો અયોગ્ય છે.”

એક દિવસ પહેલા જ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડ સંદર્ભના એક નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને અગ્રણી વિપક્ષી નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની સાથે સંબંધિત અહેવાલો પર સતત નજર રાખી રહ્યા છે. અમેરિકાએ એમ પણ કહ્યું કે તે કેજરીવાલના કેસમાં નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાની રાહ જોઈ રહ્યું છે. કેજરીવાલની ધરપકડ પર જર્મની બાદ અમેરિકાની બીજી આંતરરાષ્ટ્રીય ટિપ્પણી છે. ગયા અઠવાડિયે જર્મનીએ પણ આવું જ નિવેદન આપ્યું હતું. 

જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કેજરીવાલની ધરપકડની નોંધ લીધી હતી. જર્મન અધિકારીએ કહ્યું હતું કે, “અમે માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ કેસમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે સંબંધિત ધોરણો પણ લાગુ થશે.” આ પછી, ભારતે ગયા શનિવારે જર્મન એમ્બેસીના ડેપ્યુટી ચીફને બોલાવ્યા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયની ટિપ્પણી સામે સખત વિરોધ નોંધાવ્યો. વિદેશ મંત્રાલયે કહ્યું કે જર્મનીના રાજદૂત જ્યોર્જ એન્ઝવેઈલરને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ બોલાવ્યા અને કહ્યું કે કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયની ટિપ્પણી ભારતની ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ છે. મંત્રાલયે કહ્યું કે કોઈપણ ‘પૂર્વે ધારેલી ધારણા’ બિલકુલ ગેરવાજબી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎