ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 16 ઉમેદવારોની યાદી બહાર પાડી : મુંબઈની 6માંથી 4 બેઠકો માટે નામોની જાહેરાત ...
- 27 Mar, 2024
દેશમાં લોકસભા 2024ની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ચુંટણીની તારીખો બહાર પડ્યા બાદ તરત જ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે બેઠકો કરી રહ્યા છે, જ્યારે પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની છ યાદી બહાર પાડી હતી.
ત્યારે હવે શિવસેનાએ પણ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.એમાં એમણે મુંબઈમાં લોકસભાની 6માંથી 4 બેઠકો માટે નામોની જાહેરાત પણ કરી છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT)એ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 16 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેની માહિતી સંજય રાઉતે ટ્વિટ કરીને આપી હતી. ઉદ્ધવની શિવસેનાએ આ યાદીમાં કોંગ્રેસની મનપસંદ સાંગલી બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સાંગલીની આ બેઠક પરથી ચંદ્રહર પાટીલને ટિકિટ આપી છે.
ઠાકરે જૂથના લોકસભા ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરુપમ નારાજ થઈ ગયા છે. નિરુપમ મુંબઈ નોર્થ-વેસ્ટમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ પણ તેમને આ બેઠક પરથી ચૂંટણી લડવાની ખાતરી આપી હતી. હવે આ બેઠક પર ઠાકરે જૂથના અમોલ કીર્તિકરને ટિકિટ આપવામાં આવી છે. શિવસેનાએ બુલઢાણાથી નરેન્દ્ર ખેડકર, દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, પરભણી લોકસભા બેઠક પરથી સંજય જાધવ, યવતમાલ વાશિમથી સંજય દેશમુખ, સાંગલીથી ચંદ્રહર પાટીલ અને હિંગોલી બેઠક પરથી નાગેશ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે.
આ ઉપરાંત સંભાજીનગરથી ચંદ્રકાંત ખૈરે, ધારશિવ બેઠક પરથી ઓમરાજ નિમ્બાલકર, શિરડીથી ભાઈસાહેબ વાઘચૌરે, નાશિકથી રાજાભાઈ વાજે, રાયગઢથી અનંત ગીતે, સિંધુદુર્ગ રત્નાગિરીથી વિનાયક રાઉ અને થાણેથી રાજન વિચારેને ટિકિટ મળી છે. જ્યારે, મુંબઈ પૂર્વથી સંજય દિના પાટીલ અને પશ્ચિમ મુંબઈ થી અમોલ કાર્તિકર , મુંબઈ દક્ષિણ-મધ્ય: અનિલ દેસાઇ , માવલ: સંજોગ વાઘેરે પાટીલ પક્ષના ઉમેદવાર હશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ