:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

કંગના પર અપમાનજનક પ્રહાર કરવાથી સુપ્રિયા શ્રીનેતની મુશ્કેલીઓ વધી : રાષ્ટ્રીય મહિલા આયોગ સુપ્રિયાના અપમાનજનક વર્તનથી સ્તબ્ધ

top-news
  • 26 Mar, 2024

દેશના રાજકારણમાં હાલ ચુંટણીનો માહોલ જામ્યો છે, નેતાઓ પુરા જોશ સાથે ચુંટણી પ્રચારમાં વ્યસ્ત છે,તેઓ પોતાના વિરોધીઓ ઉમેદવારો પર જાત જાત ના પહારો કરી સભાઓ ગજવી સામાન્ય જન માનસનું દિલ જીતવાન તનતોડ પ્રયત્નકરે છે. એવામાં હાલ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત અભિનેત્રી કંગના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાથી મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

જેને પગલે ભાજપના નેતાઓ સહિત સામાન્ય જનમાનસ પણ સુપ્રિયા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન, રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખીને સુપ્રિયા શ્રીનેતની કંગના રનૌત વિરુદ્ધની ટિપ્પણીની નોંધ લેવા માંગ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ લોકસભાની ચૂંટણી માટે ભાજપે અભિનેત્રી કંગનાને હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ઉમેદવાર બનાવી છે.

આ જાહેરાત થતાંની સાથે જ, સુપ્રિયા શ્રીનેતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કંગના રનૌતની એક તસવીર શેર કરી જેમાં કંગનાના એક ફોટો પોસ્ટ કરી કેપ્શનમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. જ્યારે આ મામલે હોબાળો થયો ત્યારે આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. જેથી રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા દ્વારા આ મામલે ચૂંટણી પંચનો સંપર્ક કરવામાં આવ્યો .

સુપ્રિયા શ્રીનેત એ કંગનાનો એક ફોટો મુક્યો જેના કેપ્શનમાં લખ્યું કે મંડીમાં શું ભાવ ચાલી રહ્યો છે આ એક વ્યક્તિગત અને કંગના શરીરના અંગ પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી હતી. કોઈ પણ મહિલા માટે આ એક અપમાન જનક વાત હોવાથી રાષ્ટ્રિય મહિલા આયોગ કંગનાના પક્ષમાં આવી છે.

કંગના રનૌતે પણ સુપ્રિયા શ્રીનેટને જવાબ આપ્યો છે. કંગનાએ કહ્યું- “પ્રિય સુપ્રિયા જી, એક કલાકાર તરીકે મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષોમાં, મેં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે. રાણીમાં એક નિર્દોષ છોકરીથી લઈને ધાકડમાં આકર્ષક જાસૂસ સુધી, મણિકર્ણિકામાં દેવી સુધી. એક રાક્ષસથી ચંદ્રમુખી માં, થલાઈવી માં એક ક્રાંતિકારી નેતા. આપણે આપણી દીકરીઓને બંધનમાંથી મુક્ત કરવી જોઈએ, આપણે તેમના શરીરના અંગો વિશેની જિજ્ઞાસાથી ઉપર ઊઠવું જોઈએ અને સૌથી વધુ આપણે જીવનને સ્વીકારવું જોઈએ. “દરેક સ્ત્રી તેના પોતાની ગરિમાની પાત્ર છે.”

આ સમગ્ર મામલે ઘેરાયા બાદ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ ખુલાસો કર્યો છે. પોસ્ટ શેર કરતી વખતે તેણે કહ્યું – “ઘણા લોકો મારા ફેસબુક અને ઇન્સ્ટા એકાઉન્ટની ઍક્સેસ ધરાવે છે. તેમાંથી એકે આજે ખૂબ જ ઘૃણાસ્પદ અને વાંધાજનક પોસ્ટ કરી હતી. મને તેની જાણ થતાં જ મેં તે પોસ્ટ હટાવી દીધી. તે ગમે તે હોય. મને સારી રીતે ઓળખે છે કે હું કોઈ મહિલા વિશે અંગત અભદ્ર ટિપ્પણી કરતી નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎