મેઘા એન્જિ એન્ડ ઈન્ફ્રા લિ, સૌથી વધુ દાન આપી ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા ભારત - વિશ્વના અન્ય દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બાંધકામમાં જોડાયેલ...
- 23 Mar, 2024
ચૂંટણી દાન એટલે કે ઈલેક્ટોરલ બોન્ડ અંગે ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, જે સૌથી વધુ દાન આપતી કંપનીઓમાં બીજા ક્રમે હતી, તેણે ઓક્ટોબર 2020માં 20 કરોડ રૂપિયાનું ચૂંટણી દાન આપ્યું હતું.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ડોનેશન રિપોર્ટ અનુસાર, 2019માં કંપનીએ કુલ 130 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા, જેમાંથી 125 કરોડ રૂપિયા ભાજપને અને 5 કરોડ રૂપિયા કોંગ્રેસને આપવામાં આવ્યા હતા. નવેમ્બર 2019માં જ કંપનીને આંધ્રમાં 4,358 કરોડ રૂપિયાના પોલાવરમ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ પહેલા, ઓક્ટોબર 2019માં કંપનીએ 5 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.
એજન્સીના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં, કંપનીને એશિયાની સૌથી લાંબી ઝોજિલા પાસ ટનલ (જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ સુધીના ઓલ સીઝન રોડ વચ્ચે) માટે રૂ. 4,500 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ત્યારબાદ 23 માર્ચમાં આ કંપનીને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવા માટે 3,681 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળ્યો. એપ્રિલ 2023માં કંપનીએ રૂ. 140 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા.
માલિક પીવી રેડ્ડી- 54મા સૌથી ધનિક - 1989માં મ્યુનિસિપાલિટીને નાની પાઈપો સપ્લાય કરવા માટે કંપનીની સ્થાપના કરી હતી. પછી ડેમ, પાવર પ્લાન્ટ જેવા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં વિસ્તરણ થઈ. રેડ્ડી રૂ. 28,400 કરોડ સાથે 54મા સૌથી અમીર છે.3 વર્ષમાં દોઢ ગણી આવક - 31 માર્ચ, 2023ના રોજ કંપનીની કુલ આવક 31,766 કરોડ રૂપિયા હતી. ગયા વર્ષ કરતાં 10% વધુ. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2,797 કરોડ હતો. જે ગયા વર્ષની સરખામણીમાં 7.5% વધુ છે. 2020માં કંપનીની આવક રૂ. 19,616 કરોડ અને નેટવર્થ રૂ. 1,712 કરોડ હતી.
2019માં રૂ. 1.25 લાખ કરોડનો મોટો પ્રોજેક્ટ મળ્યો - 2019માં તેલંગાણામાં દેશની સૌથી મોટી લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ પર કામ શરૂ થયું. તેનો ખર્ચ 1.17 લાખ કરોડ રૂપિયા હતો. મેઘાને રક્ષા મંત્રાલય તરફથી 500 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પણ મળ્યો હતો. આમાં કંપની રેડિયો રિલે કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ કન્ટેનર આપશે. કન્ટેનરની ડિલિવરી 2023-24માં જ થવાની હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ