:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવની થઈ બ્રેઈન સર્જરી : ચાર અઠવાડિયાથી માથાના દુખાવાથી પીડાતા હતા

top-news
  • 21 Mar, 2024

આધ્યાત્મિક નેતા સદગુરુ જગ્ગી વાસુદેવનું સ્થાન આજની યુવા પેઢીમાં ખૂબ મહત્વનું  છે, ખાસ કરીને નવ યુવાનો તેમના વિચાર અને આચારનું અનુકરણ કરે છે, હાલમાં જ તેમની તબિયતને લઈ ને એક આઘાતજનક સમાચાર સામે આવ્યા હતા. તેમની  દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી. બુધવારે હોસ્પિટલ દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુખાવાથી પરેશાન હતા.

17 માર્ચે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની સ્થિતિ સ્થિર છે અને સદગુરુને સર્જરી બાદ કૃત્રિમ શ્વાસોચ્છવાસ પર મૂકવામાં આવ્યા છે. સદગુરુની ઓપરેશન વિશે જાણ્યા પછી ઘણા લોકોએ તેમના સ્વાસ્થ્ય વિશે સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી છે. જેમાં અભિનેત્રી કંગના રનૌતે પણ X પર એક પોસ્ટ લખી અને સદગુરુની સ્થિતિ વિશે જાણ્યા પછી લાગણી વ્યક્ત કરી હતી.

કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘જ્યારે આજે મેં સદગુરુને ICU બેડમાં જોયા ત્યારે મને અચાનક તેમના અસ્તિત્વના નશ્વર સ્વભાવનો અહેસાસ થયો. મને પહેલાં ક્યારેય એવું લાગ્યું ન હતું કે તેઓ, અમારી જેમ, હાડકાં, લોહી અને માંસના બનેલા છે. જાણે ભગવાન તૂટી પડ્યા હોય, ધરતી હલી ગઈ હોય અને આકાશે મને એકલી છોડી દીધી હોય. મારું માથું ફરતું હતું. હું પરિસ્થિતિની વાસ્તવિકતાથી વાકેફ નહોતી અને હું તેના પર વિશ્વાસ કરવા માંગતી ન હતી. હું અચાનક રડવા લાગી હતી.

કંગનાએ આ શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરી છે. બુધવારે સદગુરુની ટીમે સોશિયલ મીડિયા પર હોસ્પિટલમાં તેમનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેને માથા પર પાટો બાંધેલો છે તે જોવા મળી રહ્યો છે. તેઓ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુખાવાની બીમારીથી પીડાતા હતા.

જો કે તેઓ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી સહિત અન્ય વિવિધ આયોજનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. અંતે જ્યારે 15 માર્ચે તેનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેના મગજમાં લોહી વહેતું હતું. ત્યારબાદ 17 માર્ચે તેની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી.

એપોલો હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ જેમણે સદગુરુની સારવાર કરી હતી. વિનીત સૂરીએ કહ્યું, “અમે તેમની સાથે ઓપરેશન કરી રહ્યા હતા કે અમારા હાથમાં જે હતું તે અમે કર્યું, પરંતુ તમે તમારી જાતને સુધારી રહ્યા છો. અમે તેમની તબિયતમાં જે સુધારો જોઈ રહ્યા છીએ તે અપેક્ષા કરતાં વધુ છે. તેઓ હવે ઠીક છે. તેનું મગજ, શરીર અને અન્ય મહત્વપૂર્ણ પરિમાણો સામાન્ય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎