:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

શાળાના પુસ્તકમાં ગૌમાંસ ખાવાનો ઉલ્લેખ: વિવાદ વકરતા શાળા સંચાલકે માંગી માફી..

top-news
  • 20 Mar, 2024

કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આવેલી એક શાળાના પુસ્તકમાં એક બેદરકારી ભરેલ વિવાદાસ્પદ લખાણથી વિવાદ સર્જાયો છે. શાળાના એક પુસ્તકમાં ગાય વિશેની માહિતી આપતા ફકરામાં ગૌમાતાના વિષયમાં બાળકોને માહિતી આપવામાં આવી છે, જેમાં એક અવર્ણનીય વાક્ય થી વાતાવરણ ગરમાયું છે. આ પુસ્તકના આ વાક્યમાં લખવામાં આવ્યુ છે કે ગાયનું માંસ ખાઇ શકાય છે, તેવા ઉલ્લેખથી વિધ્યાર્થીઓના વાલીઓ તેમજ હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે, અને તેમણે આ વાતને લઇને વિરોધ નોંધવતા શાળાએ માફી માગવી પડી છે.

કચ્છ જિલ્લાના ગાંધીધામની શાળાની પુસ્તકમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ગાંધીધામની ‘ગો ગોયન્કા’ શાળાના નાના બાળકો માટેના એક અંગ્રેજી પુસ્તકમાં ગૌમાંસ ખાઇ શકાય છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાય અંગે લખાયેલા ફકરામાં આ વિવાદીત લખાણ લખાયુ છે.જેને લીને દૂધ આપનાર આપની ગાય માતાનું અપમાન થાય છે,એમ જણાવીને વાલીઓ અને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો અને શાળામાં હોબાળો થઇ ગયો હતો. તેથી ઘટનાના પગલે અંતે શાળા સંચાલકે માફી માગી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎