:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ખેડામાં મુસ્લિમ યુવકોને ફટકારવાનો મામલો: ચારપોલીસકર્મીઓને 14 દિવસની જેલની સજા ફટકારાઈ

top-news
  • 19 Oct, 2023

૦૪ ઓક્ટોબર ૨૦૨૨ના દિવસે ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં ફટકારવાની ઘટનામાં ચાર પોલીસકર્મીઓને ગુજરાત હાઈકોર્ટે ૧૪ દિવસની જેલની સજા ફટકારી છે. પોલીસના અત્યાચારનો ભોગ બનેલા એક મહિલા સહિતના ચાર આરોપીએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. અરજદારોનો આક્ષેપ હતો કે તેમને જાહેરમાં માર મારીને પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનો ભંગ કર્યો હોવાથી તેમની સામે કોર્ટની અવમાનના કરવાના ગુના હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. 

આ કેસમાં એક સમયે આરોપી પોલીસકર્મીઓએ પીડિતોને વળતર ચૂકવવાની તૈયારી બતાવી સમાધાનની ઓફર પણ કરી હતી. જોકે, પીડિતોએ પોતાને વળતર નહીં પણ ન્યાય જોઈએ છે તેમ કહીને આરોપીઓ દ્વારા કરાયેલી વળતર આપીને સમાધાન કરવાની ઓફરને ફગાવી દીધી હતી. ૧૯ ઓક્ટોબરના રોજ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પણ આરોપીઓએ પોતાને સજા સંભળાવવાને બદલે આર્થિક દંડ કરવા માટે વિનંતી કરી હતી, જોકે કોર્ટે તમામ તથ્યો તેમજ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આરોપીઓને ૧૪ દિવસની જેલની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.

ઉંઢેલા ગામમાં ઓક્ટોબર ૨૦૨૨માં આઠમા નોરતે ગરબામાં પથ્થરમારાની એક ઘટના બની હતી. ત્યારબાદ પોલીસે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોની ધરપકડ કરી હતી, ફરિયાદ અનુસાર આ તમામ લોકોને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે તેમને ગામમાં લાવીને પોલીસે વીજળીના થાંભલા પાસે ઉભા રાખીને તેમને જાહેરમાં થાપા પર ડંડા ફટકાર્યા હતા. ગામના મસ્જિદ ચોકમાં પોલીસ આ લોકોને ફટકારી રહી હતી ત્યારે ત્યાં એકઠું થયેલું ચીચીયારીઓ પાડી રહ્યું હતું. પીડિતોનો એવો પણ આક્ષેપ હતો કે પોલીસે તેમને જાહેરમાં ફટકારતા પહેલા ઘરમાં પણ તેમને માર માર્યો હતો અને પછી તેમને મસ્જિદ ચોક પાસે લઈ જવાયા હતા. પોલીસે આ લોકોને માર મારીને વાનમાં બેસાડી દીધા હતા અને પછી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.