:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા ચૂંટણી નહી લડે: પિતાની નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ

top-news
  • 19 Mar, 2024

લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ દેશમાં ચુંટણીની રંગત જામતી હોય એમ લાગી રહ્યું છે, રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. કયાંક રાજીનામા તો કયાંક નિવેદન બાજીઓ અને પક્ષ પલટો કે નારાજગી પણ સામે આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. અત્રે જણાવીએ કે, રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે.

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતમાંથી 7 ઉમેદવારો જાહેર કર્યા પછી બાકીના 19 ઉમેદવારો જાહેર કરવાની તૈયારી કરી રહ્યું હતું. આવા સંજોગોમાં એકાએક અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા ચૂંટણી લડે તે પહેલા જ એકાએક ઉમેદવારી પાછી ખેંચી લેવાની જાહેરાત કરતા કોંગ્રેસ પાર્ટીને નવો ઉમેદવાર શોધવો રહ્યો . રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચવાને બાબતે તેમના પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ જણાવ્યું છે.

રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાથી રાજીનામું આપ્યું છે. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ અચાનક જ રાજીનામું આપ્યું છે.  જેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી રહી ચૂક્યા છે. નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. 

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો 2008માં નવા સીમાંકન પ્રમાણે આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. અને 2009માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી આ બેઠક પર ભાજપનો કબજો છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. તો મીની ઈન્ડિયા તરીકે પણ ખૂબ જાણીતી છે. કારણ કે, અહીં સમગ્ર ઈન્ડિયામાંથી આવેલા લોકો વસે છે.

આ વખતે અમદાવાદ પૂર્વમાં ભાજપે હસમુખ પટેલને મેદાન છે, જ્યારે તેમની સામે કોંગ્રેસે રોહન  ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, તેમણે ઉમેદવારી પરત ખેંચી છે. હવે જોવું રહ્યું કે,  કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎