:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અમરોલીમાંથી લાપતાં કિશોરીની તપાસમાં માનવ તસ્કરી કાવતરું: 14 વર્ષની બાળકીનું એક મહિના પહેલા કરાયું હતું અપહરણ...

top-news
  • 19 Mar, 2024

 રાજ્યમાં મહિલાઓના શોષણના રોજ નવા કિસ્સા સામે આવતા તેમની સુરક્ષા પર વારંવાર સવાલો ઉઠે છે, એવામાં  સુરતના અમરોલીમાંથી લાપતાં થયેલી કિશોરીની તપાસમાં માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. કિશોરીને શોધી  કાઢ્યા બાદ કરાયેલી પૂછપરછમાં જ્યોતિની મહિલા તેને બ્યૂટીપાર્લરમાં કામ અપાવવાનું કહી તેણીનું અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધાની હકીકત જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનાની તપાસમાં જ્યોતિ અસલમાં મોનીરાખાતુન હોવાનું સામે આવ્યું છે જેની ધરપકડ પોલીસે કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છાપરા ભાઠામાં રહેતા યાદવ પરિવારની 14 વર્ષની દીકરી ગત 11મી માર્ચના રોજ લાપતાં થઈ ગઈ હતી. માતાએ આ મામલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કિશોરીને એક મહિલા બ્યૂટી પાર્લરમાં કામ કરવા ગયા બાદ કિશોરી પરત નહી આવ્યાનો ઉલ્લેખ કરાયો હતો.

લાપતા કિશોરીના મોબાઇલ નંબરના આધારે લોકેશન ટ્રેસ કરતાં કિશોરી અને તેને લઇ જનારને શોધી કાઢવામાં આવી હતી. પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વાતો બહાર આવી હતી. કિશોરી ને લઇ જનાર જ્યોતિ વાસ્તવમાં મોનીરાખાતુન હોવાનો પર્દાફાશ થયો હતો. 26 વર્ષીય મોનીરાખાતુન પશ્ચિમ બંગાળના સંગ્રામપુરની વતની તથા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડી પાસે રહે છે. જ્યોતિ તરીકે ઓળખ આપનારી મોનીરાખાતુન કિશોરીને બ્યૂટી પાર્લરમાં કામ અપાવવાનું કહી લઇ ગઇ હતી.

પોતાના ઘરે લઇ ગયા બાદ તે કિશોરીને બ્યુટીપાર્લરનું કામ શીખવાડવાના બદલે ટૂંકા કપડા પહેરાવી અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી તેનો વીડિયો બનાવતી હતી. અહીં મોનીરાખાતુન સાથેની અન્ય એક મહિલાના પતિએ 14 વર્ષની કિશોરી ઉપર બળાત્કાર પણ ગુજાર્યો હતો. બાળકીને ડરાવી ધમકાવી ખાનગી ટ્રાવેલ્સની બસમાં રાજસ્થાન લઇ જવાઇ હતી જ્યાં એક હોટેલમાં રાખી કિશોરી પાસે બળજબરીથી વેશ્યાવૃત્તિ તરફ ધકેલી હતી. બાળકીના ડાન્સનો વીડિયો ગ્રાહકોને બતાવી દેહના સોદા કરાતાં હતાં. પાંચ-છ દિવસમાં તેણીને પંદરથી વધુ હવસખોરોની હવસ સંતોષવા ફરજ પડાઇ હતી.

કિશોરી આ કેફિયત બાદ પોલીસે અપહરણના કેસમાં પોક્સો અને બળજબરીથી દેહવિક્રય કરવાની કલમનો ઉમેરો કરી મોનીરાખાતુન સાકીલ હલદર, રિયા ઉર્ફે મોહિમા, કિશોરી પર બળાત્કાર ગુજારનાર મોહિમાના પતિ સૈદુલ તથા રાજસ્થાનમાં દેહના સોદા કરનાર ત્રણ મળી કુલ છની ધરપકડ કરી હતી. આ તમામના ચાર દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કિશોરી એ પોલીસને જણાવ્યું હતું કે તેને 25થી 30 હજાર કમાણી થશે એમ કહી જ્યોતિએ રેલવે સ્ટેશન બોલાવી હતી. સ્ટેશનથી તેણીને પાંડેસરા લઇ જવાઇ હતી. જ્યાં તેણીને રીયાના ટૂંકા કપડાં પહેરાવી ડાન્સ કરાવાયો હતો. જ્યોત્સનાએ જણાવેલી હકીકતના આધારે મોનીરાખાતુનની કડકાઇથી પૂછપરછ કરાઇ હતી. જેમાં બહાર આવેલી માહિતીના આધારે કિશોરીના દેહના સોદા કરનારા હોટેલ સંચાલક સમીર સલીમ કુરેશી, રાહુલ રામસ્વરૂપ ટેલર, આરીફખાન સાદીકખાન ખાનની ધરપકડ કરાઇ હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎