:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

1 જુલાઇથી મોબાઇલ યુઝર્સ માટે નવા નિયમ: હાલમાં સિમ કાર્ડ સ્વેપ કરનાર, તેમના મોબાઇલ નંબરને પોર્ટ કરી શકશે નહીં.

top-news
  • 18 Mar, 2024

મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા 15 માર્ચ, 2024 ના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે 1 જુલાઈ, 2024 થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ટ્રાઈનું કહેવું છે કે નિયમોમાં ફેરફાર કરીને છેતરપિંડીની ઘટનાઓને રોકી શકાય છે. જો કે આના કારણે સામાન્ય યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નિયમોમાં શું બદલાવ આવ્યો જે વિષે જણાવીએ, નવા નિયમો હેઠળ, જે મોબાઇલ વપરાશકર્તાઓએ તાજેતરમાં તેમના સિમ કાર્ડ સ્વેપ કર્યા છે, તેઓ તેમના મોબાઇલ નંબરને પોર્ટ કરી શકશે નહીં.  સિમ એક્સચેન્જ કરવાને સિમ સ્વેપિંગ કહેવામાં આવે છે. જ્યારે સિમ કાર્ડ ખોવાઈ જાય અથવા તૂટી જાય ત્યારે સિમ સ્વેપિંગ થાય છે. જો આવું થાય, તો તમે તમારા ટેલિકોમ ઓપરેટરને તમારા જૂના સિમને નવા સિમ સાથે બદલવા માટે કહી શકો છો. આનાથી ફાયદો શું થશે જે વિષે ટ્રાઈનું કહેવું છે કે, છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. નવો નિયમ છેતરપિંડી કરનારાઓને રિપ્લેસ કર્યા પછી તરત જ સિમ સ્વેપિંગ અથવા મોબાઇલ કનેક્શન પોર્ટિંગનો આશરો લેતા અટકાવવા માટે મૂકવામાં આવ્યો છે.

સિમ સ્વેપિંગ શું છે, આજના યુગમાં, સિમ સ્વેપિંગની છેતરપિંડી વધી છે, જેમાં છેતરપિંડી કરનારાઓ સરળતાથી તમારું પાન કાર્ડ અને આધાર ફોટો કેપ્ચર કરી લે છે. આ પછી, તેઓ મોબાઇલ ખોવાઈ જવાના બહાને એક નવું સિમ કાર્ડ મેળવે છે. આ પછી, તમારા નંબર પર પ્રાપ્ત OTP છેતરપિંડી કરનારાઓ સુધી પહોંચે છે. આ સાથે ટ્રાઈની ભલામણ કરી. TRAI એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) ને એક નવી સેવા શરૂ કરવાની ભલામણ કરી છે જેમાં મોબાઇલ વપરાશકર્તાના હેન્ડસેટ પર દરેક ઇનકમિંગ કૉલનું નામ પ્રદર્શિત થાય છે, પછી ભલે તે નામ સંપર્ક સૂચિમાં સાચવેલ હોય કે ન હોય. આનાથી છેતરપિંડીની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાશે. પરંતુ આનાથી ગોપનીયતા અંગે પ્રશ્નો ઉભા થયા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎