:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દાલ સરોવરને કિનારે પહેલીવાર ફોર્મ્યુલા-4 રેસિંગકાર શો : મોટરસ્પોર્ટ્સને વિકસાવવા મોટી તકો જેમાં શ્રીનગર ટોપ પર..

top-news
  • 18 Mar, 2024

જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવ્યા બાદ ત્યાં પ્રવાસન તેમજ અન્ય ક્ષેત્રોમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. એવામાં  હાલ ત્યાં મોટર સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, તે અંગે  મોદીએ રવિવારે કહ્યું કે શ્રીનગરમાં દાલ સરોવરના કિનારે પહેલીવાર યોજવામાં આવેલી ફોર્મ્યુલા 4 કાર શો જોઈ ખૂબ આનંદ થયો અને તેનાથી જમ્મુ અને કાશ્મીરની પ્રાકૃતિક સુંદરતાને વૈશ્વિકસ્તરે પ્રદર્શિત કરવામાં લાભ મળશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @મિહિરકેજહાં નામના યુઝરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં આ વાત કરી હતી. 

યુઝરે પોતાના X હેન્ડલ પરથી કરવામાં આવેલી એક પોસ્ટમાં લખ્યું છે કે, 'મારું કાશ્મીર બદલાઈ રહ્યું છે' - પીએમ મોદીએ કાશ્મીરને બદલી નાખ્યું છે!  આજે શ્રીનગરના દાલ સરોવરના કિનારે પહેલીવાર ફોર્મ્યુલા 4 કાર શો યોજાયો હતો!  આ પોસ્ટની પ્રતિક્રિયા આપતાં પીએમ મોદીએ લખ્યું, 'આ જોઈને ખૂબ જ આનંદ થયો. આનાથી જમ્મુ અને કાશ્મીરની સુંદરતાને પ્રદર્શિત કરવામાં મદદ મળશે. ભારત મોટરસ્પોર્ટ્સને વિકસાવવા માટે મોટી તકો મળશે અને શ્રીનગર એવા સ્થળોમાં ટોપ પર છે, જ્યાં આવુ આયોજન થઈ શકે છે!'

વડાપ્રધાને મોટરસ્પોર્ટ શોની તસવીરો પણ તેમના  X એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને જમ્મુ અને કાશ્મીરના યુવાના કરિયર માટે વિકલ્પો મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે પ્રવાસન વિભાગ અને ઈન્ડિયન રેસિંગ લીગે સાથે મળીને રવિવારે દાલ સરોવરના કિનારે ફોર્મ્યુલા 4 રેસિંગ ઈવેન્ટનું આયોજન કર્યુ હતું..લગભગ 4 કલાક સુધી ચાલેલા આ રેસ શોમાં ઘણા પ્રખ્યાત ફોર્મ્યુલા 4 કાર રેસ ડ્રાઈવરોએ ભાગ લીધો હતો અને રમતપ્રેમીઓનું મનોરંજન કર્યું હતું. આ દરમિયાન જેકે ટાયર મોટરસ્પોર્ટ્સની ટીમે સ્ટંટ અને ડ્રિફ્ટિંગનો ડેમો બતાવીને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. 1.7 કિમી લાંબી ફોર્મ્યુલા-4 કાર રેસ શ્રીનગરના દાલ સરોવરના કિનારે લલિત ઘાટથી નહેરુ પાર્ક સુધી યોજવામાં આવી હતી.

અધિકારીઓએ આ કાર્યક્રમ માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. રેસિંગ માટે ઉપયોગમાં લેવામાં આવેલ રસ્તો સમતળ કરવામાં આવ્યો હતો, આ સાથે બેરિકેડ પણ લગાવવામાં આવ્યા હતા. અને આયોજન સ્થળ પર એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગડ અને પૂરતા પ્રમાણમાં મેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. આયોજકોએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે,  છેલ્લા કેટલાક વર્ષોમાં કાશ્મીરે મોટરસ્પોર્ટસ આયોજનના ક્ષેત્રે લોકપ્રિયતા મેળવી છે. પ્રોફેશનલ ડ્રાઇવરોએ ફોર્મ્યુલા-4 રેસિંગમાં પોતાનું કરિયર બનાવવા માટે કાશ્મીરી યુવાનોનું મનોબળ સાથે પ્રોત્સાહન વધાર્યું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎