કેજરીવાલે ઈડી સમક્ષ હાજર થવાનો કર્યો ઈન્કાર : શરાબ -જલ બોર્ડ સંબંધિત કેસ સહિત 9મી વખત સમન્સ..
- 18 Mar, 2024
લોકસભા ચૂંટણી નિશ્ચિત થઈ ગઈ છે, રાજકીય પક્ષો ચુંટણી પ્રચારમાં જોર-શોરથી લાગી ગયા છે, એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દ્વાર તેમને ફરી એકવાર સમન્સ મોકલવામા આવ્યું છે . કથિત દારૂ કૌભાંડ કેસની સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસ પછી, EDએ કેજરીવાલને જલ બોર્ડ સાથે સંબંધિત એક કેસમાં પણ સમન્સ મોકલ્યું હતું. જે મુજબ કેજરીવાલને સોમવારે 18 માર્ચે ED સમક્ષ હાજર થવાનું છે. પરંતુ કેજરીવાલે ઈડી સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો છે.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે , "કોર્ટે, મુખ્યમંત્રી સામેના આરોપો જામીનપાત્ર હોવાનું ધ્યાનમાં લેતા, તેમને કુલ રૂ. 50,000ના બે અલગ-અલગ બોન્ડ પર જામીન આપ્યા હતા. તો પછી ED શા માટે તેમને વારંવાર સમન્સ મોકલી રહી છે. પાર્ટીનું કહેવું છે કે EDના સમન્સ સંપૂર્ણપણે ગેરકાનૂની છે. તેમનો ઉદ્દેશ્ય કોઈપણ ભોગે કેજરીવાલની ધરપકડ કરવાનો છે. પાર્ટીનું એમ પણ કહેવું છે કે ED ભાજપના નિર્દેશો પર કામ કરી રહી છે.
દિલ્હી પોલીસે પણ પૂર્વ તૈયારીઓ કરી હતી , જો સીએમ કેજરીવાલ ED સમક્ષ હાજર થાય છે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બીજેપી ઓફિસની સામે મોટી સંખ્યામાં પ્રદર્શન કરી શકે છે. આ જોઈને દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર હતી. ડીસીપી સેન્ટ્રલે એક પરિપત્ર જારી કરીને પોલીસ દળને તૈયાર રહેવા જણાવ્યું હતું. દિલ્હી પોલીસના આંતરિક અહેવાલ મુજબ, માહિતી મળી હતી કે જો કેજરીવાલ ED સમક્ષ હાજર થાય છે, તો શક્ય છે કે તેઓ 9.30 વાગ્યે રાજઘાટ જશે. આવી સ્થિતિમાં AAP સમર્થકો પણ મોટી સંખ્યામાં રાજઘાટ પર એકઠા થઈ શક્યા હોત.
ED તરફથી સમન્સ મળ્યા બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે CBI અને ED મોદીજીના ગુંડા બની ગયા છે. અને આ ગુંડાઓ વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. મોદીજીના આ ગુંડાઓ એક પછી એક વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. પાર્ટીનું કહેવું છે કે ભાજપ શા માટે EDની પાછળ છુપાઈને ચૂંટણી લડવા માંગે છે. તે ચૂંટણી પહેલા દિલ્હીના સીએમની ધરપકડ કરવા માંગે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ