:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સાબરમતી આગ્રા સુપર ફાસ્ટ ટ્રેનને અકસ્માત: બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવવાને કારણે થઈ દુર્ઘટના ..

top-news
  • 18 Mar, 2024

સાબરમતી આગ્રા સુપર ફાસ્ટ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માત સવારે 1 વાગ્યે થયો હતો. અજમેરના મદાર સ્ટેશન પાસે થયેલા આ અકસ્માતમાં મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ રવિવારે મોડી રાત્રે અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે એક ટ્રેક પર બે ટ્રેન આવી હતી. જેના કારણે એન્જિન સહિત ટ્રેનના ચાર જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.

દુર્ઘટનાની માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાટા પરથી ઉતરેલા કોચ અને એન્જિનને પાટા પર લાવવા બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે સાબરમતી આગ્રા કેન્ટ સુપર ફાસ્ટ એક્સપ્રેસના એન્જિન સહિત 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માત રાત્રે લગભગ 1:10 વાગ્યે મદાર સ્ટેશન નજીક બન્યો હતો જ્યારે ગુડ્સ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન એક જ ટ્રેક પર આવી હતી.

આ પછી ટ્રેનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી પરંતુ સાબરમતી એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી.અકસ્માત સમયે ટ્રેનમાં હજારો મુસાફરો હાજર હતા. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પાટાથી ઘણી દૂર પહોંચી ગઈ હતી અને ઈલેક્ટ્રીક લાઈનના પોલને પણ સંપૂર્ણ નુકસાન થયું હતું. દુર્ઘટનાના લાંબા સમય બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

ઘટના પછી જ્યારે મુસાફરો સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે ટ્રેન અજમેર રેલવે સ્ટેશનથી લગભગ 12:55 વાગ્યે નીકળી હતી અને થોડા કિલોમીટરની મુસાફરી કર્યા પછી અકસ્માત થયો હતો. અકસ્માત સમયે ટ્રેનમાં બેઠેલા લોકોને જોરદાર આંચકો લાગ્યો હતો અને સીટ પર સૂઈ રહેલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સીટ પરથી નીચે પડી ગયા હતા. દુર્ઘટના બાદ મુસાફરોએ પણ રેલવે અધિકારીઓના સ્થળ પર મોડા આવવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

અકસ્માત બાદ મુસાફરો પગપાળા શહેર તરફ રવાના થયા હતા. આ પછી ટ્રેનની નજીક હાજર મુસાફરોને લગભગ 3:16 વાગ્યે ટ્રેનના સુરક્ષિત કોચમાં બેસાડવામાં આવ્યા હતા અને તેમને અજમેર જંકશન મોકલવામાં આવ્યા હતા.ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીએ જણાવ્યું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેક સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એડીઆરએમ બલદેવ રામે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવવાને કારણે આ અકસ્માત થયો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎