કોલકાતામાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી કાટમાળ ઝુંપડપટ્ટી પર પડતાં 2 નાં મોત ,અનેક લોકો દટાયાં...
- 18 Mar, 2024
કોલકાતામાં મધરાતે એક ભયાવહ દુર્ઘટના બની હતી , પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે મોડી રાત્રે ગાર્ડન રીચ વિસ્તારના હજારી મોલ્લા બાગાનમાં નિર્માણાધીન પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે, તેમને બચાવવા માટે ફાયર અને ઈમરજન્સી સેવા સ્થળ પર હાજર છે તેમજ કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે.
પશ્ચિમ બંગાળ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 14 લોકોને ઈમારતના કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ ઘટના સ્થળે હાજર છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે કાટમાળ નીચે ફસાયેલા બચેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
આ પાંચ માળનું નિર્માણાધીન ઈમારત ગાર્ડન રીચ વિસ્તારના હજારી મોલ્લા બાગાનમાં આવેલી હતી. આ ઘટના મધરાતના સુમારે બની હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું, 'રવિવારે મોડી રાત્રે ગાર્ડન રીચ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. અમે કેટલાક લોકોને બચાવ્યા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ તૈનાત છે.
પોલીસે જણાવ્યું હતું કે મોડી રાત્રે લગભગ 12:10 વાગ્યે નિર્માણાધીન ઈમારતનો એક ભાગ બાજુની ઝૂંપડપટ્ટી પર પડ્યો હોવાની જાણકારી મળીહતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતીઅને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (SDRF) અને ફાયર બ્રિગેડની ટીમ સાથે મળીને બચાવ કાર્ય શરૂ કર્યું. ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે. બચાવ કાર્ય ચાલુ છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ ધરાશાયી થતાં પહેલા કોંક્રીટના ટુકડા પડી ગયા હતા. બિલ્ડિંગ ધરાશાયી થતાંની સાથે જ જોરદાર અવાજ આવ્યો અને ધૂળના ગાઢ વાદળોએ વિસ્તારને આવરી લીધો. તેમણે જણાવ્યું કે કાટમાળ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં નજીકની ઝૂંપડીઓ પર પડ્યો. એક સ્થાનિક રહેવાસીએ કહ્યું, 'જો કે બાંધકામ હેઠળની ઈમારતમાં કોઈ રહેતું ન હતું, પરંતુ તે બાજુની ઝૂંપડપટ્ટી પર તૂટી પડ્યું હતું. અમને આશંકા છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ