:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક પહોંચી ઇઝરાઇલ, નેતન્યાહૂ સાથે કરશે મુલાકાત

top-news
  • 19 Oct, 2023

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ દિવસેને દિવસે વધુને વધુ ગંભીર થતું જઈ રહ્યું છે. એક તરફ ઈરાન વારંવાર આ યુદ્ધમાં ઝંપલાવવા અંગે ધમકીઓ આપી રહ્યું છે ત્યાં બીજી તરફ અમેરિકાએ પણ જંગમાં ઊતરવાની તૈયારીઓ દર્શાવી છે. અમેરિકા હજુ સુધી સીધી રીતે યુદ્ધમાં આવ્યું નથી પરંતુ ભૂમધ્ય સાગરમાં અમેરિકાની સેના સતત વધી રહી છે. 

જરૂર પડી તો ગમે તે ઘડીએ અમેરિકા આ યુદ્ધમાં ઉતરે તેવા ભણકારા છે. અત્યાર સુધીમાં બે કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ, એક એન્ફિબિયસ રેડો ગ્રુપ, એક મરીન એક્સપીડિશનરી યુનિટ સહિત બે હજાર સૈનિકો આવી ચૂક્યા છે. પેન્ટાગન દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો વ્હાઇટ હાઉસ દ્વારા આદેશ આપવામાં આવે તો માત્ર 24 કલાકની અંદર સેના યુદ્ધ લડવા માટે તૈયાર થઈ જશે. બીજી તરફ અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું છે કે અમેરિકા ઈરાનની બેલેસ્ટિક મિસાઇલ અને UAV પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન બાદ હવે બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક પણ ઈઝરાયલનું સમર્થન કરવા માટે તેલ અવીવ પહોંચી રહ્યા છે. તેઓ ઈઝરાયલના પ્રધાનમંત્રી સાથે મીટિંગ કરશે અને આ જંગમાં બ્રિટન તેમનાથી ખભેથી ખભો મિલાવીને ઊભું છે તેવું આશ્વાસન પણ આપશે. 

ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં 12 દિવસમાં બંને તરફથી કુલ પાંચ હજાર જેટલા લોકોના મોત થયા છે જ્યારે 17 હજારથી વધુ ઘાયલ છે. ઈઝરાયલમાં 1402 લોકોના મૃત્યુ થયા જ્યારે ગાઝામાં 3488 લોકોએ જીવ ગુમાવ્યો છે. વેસ્ટબેન્કમાં પણ 65 લોકોના મૃત્યુ થયા છે.