:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

લોકસભાની ચુંટણીઓ જાહેર-8 મીએ નવી સરકારની રચના : 19 એપ્રિલ પહેલું મતદાન,1 જૂન છેલ્લું મતદાન -ચોથી જૂન પરિણામ ...

top-news
  • 16 Mar, 2024

દેશના રાજકારણમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે 18મી લોકસભાની 543 બેઠકો માટેનો ચૂંટણીઓનો કાર્યક્રમ  ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે  3 વાગે પત્રકાર પરિષદ યોજીને જાહેર કરવામાં આવ્યો હતો. આમ હવે કાર્યક્રમ જાહેર થઇ ગયો છે અને  જેમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું 7 મેના રોજ, ચોથા તબક્કાનું 13 મેના રોજ, પાંચમા તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને 01 જુને સાતમા તબક્કાનું મતદાન થશે. મતગણતરી 04 જૂને થશે. અને પરિણામના એકાદ બે દિવસમાં  બહુમતિનું ચિત્ર સ્પષ્ટ થતાં  7 કે 8 જૂનના રોજ નવી દિલ્હીમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઇ શકે તેમ છે. ગુજરાતમાં એક જ તબક્કામાં 26 બેઠકો માટે 7મી મેના રોજ મતદાન હાથ ધરાશે.

હાલમાં જ ચુંટણી પંચે લોકસભાની ચુંટણીઓની તારીખોનું એલાન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે મતદારો જ દેશની આગામી સરકાર નક્કી કરશે,જેમાં 96.88 કરોડ  કુલ મતદારો છે, જેમાં પુરુષ મતદારો 49.72 કરોડ અને  મહિલા મતદારો 47.15 કરોડ છે. જ્યારે  થર્ડ જેન્ડરની સંખ્યા  48044 છે. આ વર્ષે મતદાન કરવા માટે 18 વર્ષથી ઓછી વયના મતદારોને સંખ્યા  1.84 કરોડ ,જ્યારે  20 થી 29 ઓછી વયના મતદારોની સંખ્યા 19.74 કરોડ છે,
વિકલાંગ મતદારો• 88.35 લાખ છે, 80થી વધુ વયના મતદારો • 1.85 કરોડ અને100થી વધુ વયના મતદારો • 2.38 લાખ નોંધાયા છે.

 પાછલા વર્ષોની તલના કરીએ ----2019 vs 2014 ના મતદારો:::
કુલ મતદારો ----વર્ષ  2019માં 89.6 કરોડ હતા ,જ્યારે વર્ષ  2024માં 96.8 કરોડ નોંધાયા હતા જેમાં પુરુષ મતદારો --- 2019માં 46.5 કરોડ, 2024માં 49.7 કરોડ  નોંધાયા હતા.મહિલા મતદારો __-વર્ષ  2019માં 43.1 કરોડ , વર્ષ  2024માં 47.1 કરોડનોંધાયા હતા. આ બધામાં જેન્ડર રેશિયો • 948  નોંધાયો . 

ચુંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ માં રાજીવ કુમારે જણાવ્યું કે  બે વર્ષથી ચૂંટણીના આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી.  જેમાં મુખ્યત્વે:

ટીવી અને સોશિયલ મીડિયા, હિસ્ટ્રીશીટર અને પૈસા વહેંચણી પર નજર રખાશે ,અત્યારસુધીમાં 11 ચૂંટણીમાં 3400 કરોડ જપ્ત કરાયાછે,આ સાથે 
દરેક જિલ્લામાં એક કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે,ઉપરાંત  સુવિધા પોર્ટલનો ઉપયોગ ટ્રાન્સપરન્સી જાળવવાનો પ્રયાસ કરાશે.
દરેક સ્થળે  મતદારોનો વિશ્વાસ સુનિશ્ચિત કરવામાં આવશે. હિંસા અસ્વીકાર્ય છે. જે કરશે તેને તાત્કાલિક સજા કરાશે. આ સિવાય  ચૂંટણી પ્રક્રિયામાં બળપ્રયોગ અને ગુંડાગર્દીના અલોકશાહી પ્રભાવને રોકવા માટે અનેક ઉપાયો કરાયા છે.તેમણે જણાવ્યું હતું કે  પારદર્દશક ચૂંટણી યોજવા માટે અને તમામ પડકારોને ઝિલવા ચૂંટણી પંચ આ 4M પર ધ્યાન આપશે. વધુમાં  ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ અખબારોમાં તેમની વિગતો પ્રકાશિત કરાવવી પડશે.
આ ચુંટણીમાં કાગળનો ઉપયોગ લઘુતમ કરવામાં આવશે,

આ વર્ષની ચુંટણીઓમાં  85 વર્ષથી વધુ વયના મતદારોને ઘરેથી મતદાન કરવાની સુવિધા અપાશે. દરેક બુથ પર પીવાનું પાણી, ટોયલેટની વ્યવસ્થા પણ હશે, દેશના  12 રાજ્યોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુછે, અને  82 લાખ મતદાતાઓ 85 વર્ષથી ઉપરના, જ્યારે 2.38 લાખ મતદાતા 100 વર્ષથી ઉપરના નોંધાયા છે,આ વખતે 1.82 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરશે.દેશમાં આ ચુંટણીઓમાં  10.5 લાખ પોલિંગ બૂથ હશે અને કુલ 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોડાશે.

ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણીનું એક જ તબક્કામાં મતદાનથશે ,જ્યારે ગુજરાતના  પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ 7 મેના રોજ નિશ્ચિત કરવામાં આવી છે. 

• પ્રથમ તબક્કામાં 21 રાજ્યોમાં મતદાન યોજાશે જેમાં ....
• 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે , 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે , 07 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન , 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન , 25 મે રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન , 1 જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન થશે .ચૂંટણીઓ જાહેર થતાં આચાર સંહિત અમલમાં આવી ગઇ છે. અને હવે રાજચકિય નેતાઓ 1 જૂન સુધી ચૂંટણી જંગના મેદાનમાં જોવા મળે.  મતગણતરી 04 જૂને થશે. અને પરિણામના એકાદ બે દિવસમાં  બહુમતિનું ચિત્ર સ્પષ્ટ થતાં  7 કે 8 જૂનના રોજ નવી દિલ્હીમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઇ શકે તેમ છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎