:
Breaking News
મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એક વખત ગુસ્સે થયા: આરજેડી MLA રેખા દેવીના ભાષણ પર વ્યક્ત કર્યો વાંધો, વિધાનસભામાં મહિલા ધારાસભ્ય પર કરી આ ખરાબ ટિપ્પણી, જુઓ VIDEO. નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?.

ચૂંટણી પંચમાં કમિશનરની બે ખાલી પદ ભરવા આજે બેઠક : રાષ્ટ્રપતિ મુર્મુ ચૂંટણી પંચના બે સભ્યોની નિમણૂક કરશે

top-news
  • 14 Mar, 2024

લોકસભા ચૂંટણી પહેલા દેશમાં રોજ અલગ - અલગ ઘટનાઓ બનતી રહે છે. જેમાં  વિવિધ રાજકીય પક્ષોમાં નવા જૂની ના સમાચરો આવતા હોય છે, એવામાં દેશના ચુંટણી કમિશનરની નિમણૂક થવા જઈ રહી છે. સૂત્રો મુજબ કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલની આગેવાની હેઠળની સર્ચ કમિટીએ બુધવારે સાંજે ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની બે ખાલી જગ્યાઓ ભરવા માટે પાંચ ઉમેદવારોની યાદી તૈયાર કરવા બેઠક યોજી હતી.

આ સંદર્ભમાં બંને નામોને અંતિમ રૂપ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પસંદગી સમિતિ દ્વારા ગુરુવારે બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં બે ચૂંટણી કમિશનરના નામ પર નિર્ણય લેવાય તેવી શક્યતા છે. પસંદગી સમિતિની ભલામણના આધારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચૂંટણી પંચના બે સભ્યોની નિમણૂક કરશે. એકવાર નિમણૂકોની સૂચના મળ્યા પછી નવા કાયદા હેઠળ આ પહેલી નિમણૂકો હશે. જોકે યાદીમાં કયા 5 ઉમેદવારોના નામ છે તે અંગેની માહિતી હજુ બહાર આવી નથી.

કાયદો ત્રણ સભ્યોની પસંદગી સમિતિને એવી વ્યક્તિની નિમણૂક કરવાની સત્તા પણ આપે છે જેને સર્ચ કમિટી દ્વારા 'શોર્ટલિસ્ટ' કરવામાં આવી ન હોય. 14 ફેબ્રુઆરીના રોજ અનૂપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને 8 માર્ચે અરુણ ગોયલના અચાનક રાજીનામાને કારણે આ ખાલી જગ્યાઓ સર્જાઈ હતી. ગોયલના રાજીનામાની સૂચના 9 માર્ચે આપવામાં આવી હતી. ખાલી જગ્યાઓના કારણે ચૂંટણી પંચમાં હાલમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેનો નવો કાયદો તાજેતરના અમલમાં આવ્યો તે પહેલાં ચૂંટણી કમિશનરોની નિમણૂક સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હતી અને પરંપરા મુજબ સૌથી વરિષ્ઠની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવતી હતી.

 અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની રેસમાં હતા. કારણ કે વર્તમાન CEC રાજીવ કુમાર ફેબ્રુઆરી 2025માં નિવૃત્ત થવા જઈ રહ્યા હતા. ગોયલે 21 નવેમ્બર 2022ના રોજ ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ 5 ડિસેમ્બર 2027 સુધીનો હતો. ચૂંટણી પંચના સૂત્રોનું માનીએ તો ગોયલ અને રાજીવ કુમાર વચ્ચે ફાઈલને લઈને મતભેદો છે. રાજીનામું આપ્યા બાદ ગોયલે અંગત કારણો દર્શાવ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્રએ તેમને પદ છોડતા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎